નવી દિલ્હીઃ આપણી દુનિયા ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ તથા માનવીઓથી ભરેલી છે. અહીં ક્યારે કોણ શું કરશે તેનો આપણે અંદાજ લગાવી શક્તા નથી. કેટલીક ઘટનાઓ એવી બને છે કે જેની આપણે કલ્પના પણ કરી શક્તા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા ઘોડાની જેમ ચાર પગે દોડે છે અને ઘોડાની જેમ ઉંચી-ઉંચી દિવાલ કૂદી જાય છે. 


14 મેના રોજ 'Jump to the stars and Back' નામના એક ઈન્સ્ટા એકાઉન્ટમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવેલો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો કર્સ્ટન નોર્વેની આયલા નામની મહિલાનો છે. મહિલાની વિશેષતા એ છે કે તે ઘોડાની જેમ દોડી શકે છે, આટલું જ નહીં તે ઘોડાની જેમ કૂદકા પણ મારે છે.


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....