આ લોકોને કોરોના સંક્રમણ થવાની શક્યતા ઓછી હોય છે, રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વાત
`નેચર કમ્યુનિકેશન્સ` નામની જર્નલમાં પ્રકાશિત સ્ટડી રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટી કોશિકાઓની સુરક્ષાત્મક ભૂમિકાને લઈને પહેલીવાર પુરાવા રજુ કરાયા છે.
નવી દિલ્હી: જે લોકોના શરીરમાં સામાન્ય શરદી અને કફ કરનારા કોરોના વાયરસના કારણે વધુ પ્રમાણમાં ટી કોશિકાઓ હોય છે તેમની કોવિડ-19 બીમારીને જન્મ આપનારા સ્વરૂપ સાર્સ-સીઓવી 2થી સંક્રમિત થવાની શક્યતા ઓછી હોય છે.
એજન્સીના રિપોર્ટ મુજબ ભારતીય મૂળના સંશોધનકર્તાઓના નેતૃત્વમાં બ્રિટનમાં કરાયેલા એક નવા અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે 'નેચર કમ્યુનિકેશન્સ' નામની જર્નલમાં પ્રકાશિત સ્ટડી રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટી કોશિકાઓની સુરક્ષાત્મક ભૂમિકાને લઈને પહેલીવાર પુરાવા રજુ કરાયા છે.
કોવિડ-19 માટે જવાબદાર સાર્સ-સીઓવી 2 નામના વાયરસની ઓળખ
આ અભ્યાસ ઈમ્પિરિયલ કોલેજ લંડનના રિસર્ચર્સે કર્યો. આ અગાઉના અન્ય અભ્યાસમાં કહેવાયું હતું કે અન્ય કોરોના વાયરસ દ્વારા પ્રેરિત ટી કોશિકાઓ કોવિડ-19 માટે જવાબદાર સાર્સ-સીઓવી 2 નામના વાયરસની ઓળખ કરી લે છે પરંતુ નવા અભ્યાસમાં જણાવાયું છે કે કઈ રીતે ટી કોશિકાઓની હાજરી સાર્સ-કોવ 2થી થતા સંક્રમણને પ્રભાવિત કરે છે.
બીજી પેઢીની સાર્વભૌમિક રસી તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા
રિસર્ચર્સને આશા છે કે તેમના પરિણામ બીજી પેઢીની સાર્વભૌમિક રસી તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સાર્વભૌમિક રસીથી કોવિડ-19 બીમારી માટે જવાબદાર વાયરસના હાલના અને ભવિષ્યના સ્વરૂપો વિરુદ્ધ સુરક્ષા મળી શકે છે.
ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (એનઆઈએચઆર)ના ડાઈરેક્ટર પ્રોફેસર અજિત લાલવાનીએ કહ્યું કે, 'અમારા રિસર્ચથી અત્યાર સુધીના સૌથી સ્પષ્ટ પુરાવા મળ્યા છે કે સામાન્ય શરદી અને કફ કરનારા કોરોના વાયરસથી પ્રેરિત ટી કોશિકાઓ સાર્સ- સીઓવી 2 થી સંક્રમણ વિરુદ્ધ સુરક્ષાત્મક ભૂમિકા ભજવે છે.'