Visa Free Countries For Indians :વિદેશ જવું છે અને વીઝા નથી? ચિતાં છોડો, આ દેશોમાં મળશે ફ્રી એન્ટ્રી, જાણો લિસ્ટ
Visa Free Countries For Indians: આજે અમે તમને આવા જ કેટલાક દેશો વિશે માહિતી આપી રહ્યા છીએ જ્યાં ભારતીય પ્રવાસીઓને વિઝા વગર એન્ટ્રી મળે છે.
Visa Free Countries For Indians: આજે અમે તમને આવા જ કેટલાક દેશો વિશે માહિતી આપી રહ્યા છીએ જ્યાં ભારતીય પ્રવાસીઓને વિઝા વગર એન્ટ્રી મળે છે.
1) ભૂટાન: જો તમે ભૂટાન જવાનું વિચારી રહ્યા છો, તો તમારે ફક્ત એક મતદાર ઓળખ કાર્ડની જરૂર છે. જ્યારે તમારા બાળકો માટે માત્ર તેમના જન્મ પ્રમાણપત્ર અથવા શૈક્ષણિક શાળાના ઓળખ કાર્ડથી જ એન્ટ્રી મળી જશે.
2)બાર્બાડોસ: બાર્બાડોસ પ્રશાંત મહાસાગરના પશ્ચિમ ભાગમાં કેરેબિયન ટાપુ પર સ્થિત કુદરતની ગોદમાં આવેલો એક સુંદર દેશ છે. તમે ભારતીય પાસપોર્ટ સાથે વિઝા વગર પણ અહીં મુસાફરી કરી શકો છો, અને તે પણ એક કે બે દિવસ માટે નહીં પરંતુ પુરા 90 દિવસ માટે. અહીંની તમે ઘણી મનમોહક અને સુંદર જગ્યાઓ પર ફરવાનો પણ આનંદ માણી શકો છો.
3) નેપાળ: નેપાળ સરકારની એડવાઈઝરી પ્રમાણે ભારતીયોને નેપાળમાં ફરવા માટે માત્ર એવા દસ્તાવેજોની જરૂર છે, જેમાં તેમની ભારતીય નાગરિકતા લખાયેલી હોય. ત્યારે તમે આ માટે તમારૂં વોટર આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવી શકો છો.
4) મોરેશિયસ: જો તમે મોરેશિયસ ફરવા જવાનું વિચારો છો અને તમારી પાસે વીઝા નથી તો ચિંતા ન કરશો, કારણ કે આ દેશમાં જવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી. તમે વધુમાં વધુ 90 દિવસ વિઝા વિના મોરેશિયસમાં રહી શકો છો.
5) ઈન્ડોનેશિયા: જો તમે લાંબા સમયથી આ સુંદર સ્થળ એટલે કે ઈન્ડોનેશિયાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે કોઈપણ વિઝા વિના અહીં જઈ શકો છો. પરંતુ, જો તમે લાંબા સમય સુધી અહીં રહેવા માંગતા હોવ તો તમારે વિઝા લેવા પડશે.
6) જમૈકા: જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે, તો તમે વિઝા વગર જ જમૈકા જઈ શકો છો. જમૈકામાં વરસાદી જંગલો, પર્વતો અને દરિયાકિનારા છે. જ્યાં તમે તમારો સુંદર સમય વિતાવી શકો છો.
7) ઓશેનિયા: તમે વિઝા વગર પણ ઓશેનિયા ફરવા જવાની મજા માણી શકો છો. ઓશેનિયામાં તમે માર્શલ આઇલેન્ડ, કૂક આઇલેન્ડ, ફિજી, સમોઆ, નિયુ, વનુઆતુ, માઇક્રોનેશિયા અને પલાઉ આઇલેન્ડ જેવા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો.
8)ફિજી: તમે 120 દિવસ સુધી વિઝા વિના ફિજીમાં રહી શકો છો. ફિજી તેના સુંદર દ્રશ્યો, પરવાળાના ખડકો, આમંત્રિત લગૂન અને મૈત્રીપૂર્ણ લોકો માટે જાણીતું છે.