નવી દિલ્હીઃ ઝૂમ કોલ પર 90 કર્મચારીઓને નોકરીમાંથી હટાવનાર બેટર ડોટ કોમના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગને તાત્કાલિક રજા પર મોકલી દેવામાં આવ્યા છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક મેલથી આ જાણકારી મળી છે. આ રિપોર્ટ ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આપ્યો છે. વિશાલના સ્થાને હવે કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કેવિન રયાન તેમનું કામકાજ જોશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેટર ડોટ કોમ 'નેતૃત્વ અને સાંસ્કૃતિક મૂલ્યાંકન' કરવા માટે એક થર્ડ પાર્ટીની ફર્મને કામ પર રાખી રહ્યું છે, જેની ભલામણોને કંપનીમાં લાંબા ગાળાની સ્થાયી અને સકારાત્મક સંસ્કૃતિ બનાવવા માટે ધ્યાનમાં રાખવામાં આવશે. કંપનીનું કહેવું છે કે અમે એક સકારાત્મક સંસ્કૃતિનું નિર્માણ કરવા ઈચ્છીએ છીએ.


આ પણ વાંચોઃ 20 ફૂટના ખતરનાક અજગર સાથે રમી રહી હતી નાનીકડી બાળકી, ગેરંટી સાથે Video જોઈ તમારા રૂવાટા ઉભા થશે


વિશાલ ગર્ગે હાલમાં એક ઝૂમ કોલમાં 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. બાદમાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વિશ્વભરમા લોકોએ વિશાલ ગર્ગ અને બેટર ડોટ કોમની આલોચના કરી હતી. ત્યારબાદ કંપનીએ વિશાલને રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે. 


3 મિનિટના તે વીડિયો કોલમાં વિશાલે 900 કર્મચારીઓને ફાયર કર્યા હતા જે કંપનીના કર્મચારીઓના આશરે 9 ટકા હતા. વિશાલે આ ફાયરિંગ પાછળ માર્કેટ ઇફિશિએન્સી, પરફોર્મંસ અને પ્રોડક્ટિવિટીને કારણ ગણાવ્યું હતું. આ છટણી બાદ થયેલી આલોચનાને કારણ કંપનીના ટોપ ત્રણ કર્મચારીઓએ રાજીનામા આપી દીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube