મોસ્કોઃ રશિયાના સાંસદોએ એક કાયદાને પાસ કરી દીધો છે જે હેઠળ વ્લાદિમીર પુતિન 2036 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેશે. એક રીતે તેઓ આજીવન રાષ્ટ્રપતિ રહેવાની નજીક પહોંચી ગયા છે. પુતિનનો કાર્યકાળ 2024 સુધી રહેવાનો હતો પરંચુ પાછલા વર્ષે જન સમર્થનની સાએથ રશિયાના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો અને વધુ બે કાર્યકાળો માટે પદ પર બન્યા રહેવાનો માર્ગ મોકળો બની ગયો. હવે તેને લઈને કાયદો રશિયા સંસદના નિચલા ગૃહમાં પાસ થઈ ગયો છે અને માત્ર ઉપલા ગૃહની મંજૂરી મળવાની બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000-2036 સુધીનો માર્ગ
પુતિને પ્રથમવાર 2000માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાસિલ કરી હતી જ્યારે બોરિસ યેલ્ટસિને રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ તેઓ 2004મા ફરી જાત્યા અને 2008મા પ્રધાનમંત્રી બની ગયા જ્યારે દિમિત્રી મેદવેદેવ રાષ્ટ્રપતિ હતા. 2012મા પુતિન છ વર્ષ બાદ રાષ્ટ્રપતિ પદ પર આવ્યા અને મેદવેદેવ પીએમ બન્યા. તેઓ 2018મા ચોથા કાર્યકાળ માટે પરત આવ્યા પરંતુ બંધારણમાં સંશોધન વગર 2024મા પરત આવવુ મુશ્કેલ હતું. 


આ પણ વાંચોઃ Coronavirus મહામારી વચ્ચે આવેલા 44 હેન્ડ સેનેટાઇઝરમાં મળ્યું કેન્સર પેદા કરતું કેમિકલ


સંશોધન માટે મતદાન પર આરોપ
પાછલા વર્ષે સાંસદોએ નક્કી કર્યુ કે પુતિનનો અંગત કાર્યકાળ શૂન્ય માનવામાં આવશે. આ પ્રસ્તાવને ઘણા લોભામણા આર્થિક ફેરફારોની સાથે રેફરેન્ડમ માટે રજૂ કરવામાં આવ્યો. આ મતદાનમાં પુતિને 78 ટકા મતસાથે જીત હાસિલ કરી. પરંતુ આરોપ લાગ્યા કે આ ચૂંટણીમાં નિયમોનો ભંગ થયો છે. લોકોએ વારંવાર મતદાન કર્યું, માલિકોએ પોતાના કર્મચારીઓને મત આપવા મજબૂર કર્યા. ક્રેમલિનના વિરોધીઓએ તેને પુતિનનું ષડયંત્ર ગણાવ્યું હતું. 


રસપ્રદ વાત છે કે પુતિને તે વાતની પુષ્ટિ નથી કરી કે તેઓ 2024માં ચૂંટણી લડશે કે નહીં પરંતુ જો કાયદો બની જાય છે તો વધુ બે 6 વર્ષના કાર્યકાળ માટે માર્ગ મોકળો બની જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube