મોસ્કોઃ યુક્રેન પર હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સતત ચર્ચામાં છે. તેમના સ્વાસ્થ્યને લઈને પણ લાંબા સમયથી ઘણા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી પુતિનના સ્વાસ્થ્ય સંબંધી દાવામાં કોઈ સત્ય જાણવા મળ્યું નથી. હવે બ્રિટનના પૂર્વ જાસૂસ ક્રિસ્ટોફર સ્ટીલે રશિયન રાષ્ટ્રપતિ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ક્રિસ્ટોફર સ્ટીલ?
બ્રિટનના પૂર્વ જાસૂસ ક્રિસ્ટોફર સ્ટીલે પુતિનના ગંભીર રૂપથી બીમાર હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે સ્ટીલે ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ડોઝિયર લખ્યુ હતુ અને 2016માં અમેરિકી ચૂંટણી અભિયાનમાં રશિયાના હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો. હવે તેમણે સ્કાઈ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, અમે રશિયા અને અન્ય જગ્યાઓના સ્ત્રોત પાસેથી સાંભળી રહ્યાં છીએ કે પુતિન ચોક્કસ પણે ગંભીર રૂપથી બીમાર છે. 


આ પણ વાંચોઃ ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં થશે સામેલ, ફરી વધશે રશિયાની ચિંતા


લીક ઓડિયો ટેપમાં ખુલાસો
આ વચ્ચે એક લીક થયેલી ઓડિયો ટેપની ભારે ચર્ચા થઈ રહી છે. જેમાં પુતિનની સાથે સંબંધ રાખનાર વ્યક્તિએ પણ કથિત રીતે કહ્યુ કે રશિયન નેતા બ્લડ કેન્સરથી પીડિત છે. આ વ્યક્તિને પશ્ચિમી ધનીકની સાથે પુતિનના સ્વાસ્થ્ય પર ચર્ચા કરતા સાંભળવામાં આવ્યા હતા. લીક થયેલ ઓડિયો રેકોર્ડિંગ અમેરિકી પત્રિકા ન્યૂ લાઇન્સને હાથ લાગી છે. 


રશિયાના રાષ્ટ્રપતિએ કરાવી સર્જરી?
લીક ઓડિયો ટેપનો હવાલો આપતા કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન પર આક્રમણનો આદેશ આપવાના થોડા સમય પહેલા પુતિને બ્લક કેન્સરથી જોડાયેલી પોતાના પીઠની સર્જરી કરાવી હતી. તે પણ કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પાગલ થઈ ગયા છે. 


આ પણ વાંચોઃ હત્યાની આશંકા પર પીએમ શરીફે વધારી ઇમરાન ખાનની સુરક્ષા, રાજ્યોને પણ આપ્યો નિર્દેશ  


રશિયન રાષ્ટ્રપતિને લઈને અટકળો
યુક્રેન પર હુમલા બાદ સતત પુતિનના ખરાબ થતા સ્વાસ્થ્ય વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાછલા સપ્તાહે વિજય દિવસ સમારોહ સહિત જાહેર કાર્યક્રમોમાં પહેલાની તુલનામાં નબળા જોવા મળ્યા હતા. 


મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો
આ મહિનાની શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સરની સર્જરી કરાવી શકે છે અને આ દરમિયાન અસ્થાયી રૂપથી સુરક્ષા પરિષદના પ્રમુખ અને પૂર્વ ફેડરેશન સિક્યોરિટી સર્વિસના કમાન્ડર નિકોલાઈ પેત્રુશેપને સત્તા સોંપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV