મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યુ કે, કોઈ ત્રીજા પક્ષ દ્વારા યુક્રેન ઉપર 'નો ફ્લાય ઝોન' જાહેર કરવાને યુદ્ધમાં સામેલ માનવામાં આવશે. પુતિને મહિલા પાયલટો સાથે એક બેઠકમાં શનિવારે કહ્યુ કે, આ દિશામાં ભરવામાં આવેલા કોઈ પગલાને રશિયા એક હસ્તક્ષેપ માનશે અને રશિયાની સેના પ્રત્યે ખતરા તરીકે જોશે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યુ- તે ક્ષણે અમે તેમને સૈન્ય સંઘર્ષમાં સામેલ માનીશું અને તેનાથી કોઈ ફેર નહીં પડે કે તે કોના સભ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝેલેન્સ્કીએ નાટોને કર્યો હતો આગ્રહ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ નાટોને આગ્રહ કર્યો હતો કે તેમના દેશ ઉપર વાયુ ક્ષેત્રને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે. નાટો કહે છે કે આવા "નો-ફ્લાય ઝોન" જાહેર કરવાથી યુક્રેન પરના તમામ અનધિકૃત વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જે પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે યુરોપિયન દેશો વચ્ચે મોટા પાયે યુદ્ધને વેગ આપશે.


પુતિને કહ્યુ- રશિયામાં માર્શલ લો લાગૂ કરવાની જરૂર નથી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શનિવારે કહ્યુ કે, આ સમયે એવું કંઈ નથી, જેના કારણે માર્શલ લો લાગૂ કરવો પડે. તે પ્રકારની અટકળો હતી કે રશિયામાં માર્શલ લો લાગૂ કરવામાં આવી શકે છે. ત્યારબાદ પુતિને આ નિવેદન આપ્યું છે. પુતિને કહ્યુ કે, માર્શલ લો તે દેશમાં લગાવવામાં આવે છે જ્યાં બહારથી હુમલો થાય છે. તેમણે કહ્યું કે, રશિયામાં આવી કોઈ સ્થિતિ નથી અને અમે આશા કરીએ કે આવી સ્થિતિ ન આવે. 


આ પણ વાંચોઃ ગ્રાઉન્ડ જીરો પર આવી છે યૂક્રેનની સ્થિતિ, સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યો તબાહીનો નજારો


ઇઝરાયલના પ્રધાનમંત્રીએ પુતિન સાથે કરી મુલાકાત
ઇઝરાયલી પ્રધાનમંત્રી નફ્ટાલી બેનેટ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા ઈચ્છે છે. તેઓ શનિવારે રાત્રે અચાનક મોસ્કો પહોંચ્યા અને અહીં તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અઢી કલાક વાત કરી હતી. તેમણે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થાની રજૂઆત કરી છે. મહત્વનું છે કે યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે. એક બાદ એક અન્ય પ્રદેશોમાં કબજો કરી રહ્યું છે. 


બેનેટના કાર્યાલયે બંને નેતાઓની રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયમાં થયેલી મુલાકાતની પુષ્ટિ કરી છે. આ મુલાકાત બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ થઈ છે. આ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. હકીકતમાં ઇઝરાયલે રશિયાના હુમલાની નિંદા કરી હતી અને તેણે યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube