વ્લાદિમીર પુતિન બન્યા પિતા, `સિક્રેટ ફર્સ્ટ લેડી`એ આપ્યો જોડીયા બાળકોને જન્મ
સોવિયત સંઘના સમયમાં ગુપ્તચર એજન્સી કેજીબીના એજન્ટ રહી ચૂકેલા વ્લાદિમીર પુતિન પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે. પોતાના લગ્નના 30 વર્ષ પછી વ્લાદિમીર પુતિને 2013માં પત્ની લ્યુડમિલા શકરેબનેવાને કાયદસર રીતે છૂટાછેડા આપ્યા હતા. તેના થકી પુતિનને બે પુત્રી છે.
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત પ્રેમિકાએ આ મહિનાની શરૂઆતમાં જોડીયા બાળકોને જન્મ આપ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને રિધમિક જિમનાસ્ટ રહી ચૂકેલી અલીના કાબાએવા(36)ને પુતિનની પ્રેમિકા માનવામાં આવે છે.
રશિયાના એક અખબાર માસ્કોવસ્કી કોમસોમોલેટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં જ કાબાએવાની ડિલીવરી માટે કુલાકોવ રિસર્ચ સેન્ટરના સમગ્ર વીઆઈપી ફ્લોરને ખાલી કરાવાયો હતો. જોકે, જન્મ સાથે જોડાયેલા સમાચાર મીડિયામાં વધુ બહાર આવ્યા નથી.
'ધ ડેઈલી મેલ'ના એક પત્રકારના હવાલાથી કહેવાયું છે કે, તેને રશિયાના ગુપ્તચર તંત્રના સૂત્રોએ જણાવ્યું છે કે, કાબાએવાએ કથિત રીતે ચાલુ મહિનાની શરૂઆતમાં બે જોડીયા બાળકોને જન્મ આપ્યો છે. આ પત્રકારે એ પણ જણાવ્યું કે, ઈટાલીના એક ડોક્ટરે સિઝેરિયન ઓપેરશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રમઝાનમાં ચીન ઉઇગર મુસ્લિમોની મુશ્કેલી વધી, સઉદી અરબની ચુપકીદી પર સવાલ
રમત-ગમતની દુનિયામાં નામ કમાયા પછી કાબાએવા મોડલ બની હતી. તે મૂળ ઉઝબેકની છે અને 2014 સુધી તે રશિયન સંસદની સભ્ય પણ હતી. અત્યારે તે નેશનલ મીડિયા ગ્રૂપની પ્રમુખ છે.
કાબાએવાને 'સિક્રેટ ફર્સ્ટ લેડી'ના નિકનેમથી પણ ઓળખવામાં આવે છે. તે પુતિનથી લગભગ 30 વર્ષ નાની છે. વોઈસ ઓફ અમેરિકાના અનુસાર 2008માં તેણે એક પ્રાઈવેટ સ્વિસ ક્લિનીકમાં એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો. જોકે, આ વખતે એ વખતની જેમ આધિકારીક રીતે આ પ્રકારના સમાચારોને ફગાવી દેવાયા છે.
માઉન્ટ એવરેસ્ટ પર આ સીઝનમાં મૃતકોની સંખ્યા થઈ 11, ભારતના 4નો સમાવેશ
[[{"fid":"217671","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન તેમના કાયદેસરના પત્ની લ્યુડમિલા શકરેબનેવા સાથે તાજમહેલની મુલાકાત દરમિયાન. ફાઈલ ફોટો)
સોવિયત સંઘના સમયમાં ગુપ્તચર એજન્સી કેજીબીના એજન્ટ રહી ચૂકેલા વ્લાદિમીર પુતિન પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે. તેમણે કાબાએવા સાથેના પોતાના સંબંધોને હંમેશાં ઈનકાર જ કર્યો છે. પુતિનના વફાદારો હંમેશાં એવો આરોપ લગાવતા આવ્યા છે કે, રશિયાના નેતાના યુક્રેની દુશ્મનો આ પ્રકારના સમાચાર ફેલાવે છે.
ઉલ્લેખનીય છે કે, પોતાના લગ્નના 30 વર્ષ પછી વ્લાદિમીર પુતિને 2013માં પત્ની લ્યુડમિલા શકરેબનેવાને કાયદસર રીતે છૂટાછેડા આપ્યા હતા. તેના થકી પુતિનને બે પુત્રી છે.
જૂઓ LIVE TV...