અસામાકા : અલ્જીરિયાએ ગત્ત 14 મહિનાઓમાં આશરે 13 હજાર શરણાર્થીઓને કોઇ મદદ વગર જ સહારાના રણમાં છોડી દીધા અને તેમને બંદુકની અણીએ આગળ વધવા અથવા તો મરવા માટે મજબુર કર્યા. આ શરણાર્થિઓમાં નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ શરણાર્થીઓ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાણી અને ભોજનનાં કારણે ચાલતા રહ્યા. તેમાંથી મોટા ભાગનાં શરણાર્થીઓ નાઇજર તરફ આગળ વધી રહ્યા છે. આ યાત્રામાં ઘણા બધા લોકોનાં મોત થઇ રહ્યા છે. એસોસિએટેડ પ્રેસને જીવતા બચેલા શરણાર્થીઓનાં કેટલાક જુથોએ જણાવ્યું કે, તેમને સમૂહોનાં કેટલાક લોકો આગળ નહોતા વધી શક્યા અને તેમનું મોત સહારામાં જ થઇ ગયું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શરણાર્થીઓ માલી, ગામ્બિયા, ગુયાના, આઇવરી કોસ્ટ, નાઇઝર સહિત અન્ય દેશોનાં છે. આ લોકો હિંસાથી બચવા અને એક સારા ભવિષ્યની શોધમાં યુરોપ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યૂરોપીય સંઘનાં એક પ્રવક્તાએ જણાવ્યું કે, અલ્જીરિયા શરણાર્થીઓની સાથે જે કરી રહ્યા છે, તેનાં કારણે યૂરોપીય સંઘ અવગત છે પરંતુ સ્વતંત્ર દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતા શરણાર્થીઓને નિષ્કાસિત કરી શકે છે. 

80 હજારથી વધારે શરણાર્થીઓને પનાહ આપી રહી છે શિબિર
અત્રે ઉલ્લેખનીય છે કે, શરણાર્થીઓ સાથેની કેટલીક સમસ્યા સીરિયામાં પણ ખુબ જ છે. સીરિયાની સીમા નજીક અને જોર્ડનની રાજધાની અમ્માનથી આશરે 80 કિલોમીટર ઉત્તર પુર્વમાં બનાવવામાં આ્યો છે. આ શીબીરમાં 80 હજાર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. 5.3 કિલોમીટરનાં વર્તુળમાં વસાવાયેલી આ શિબિરમાં રહેનારા લોકો છે જે સીરિયામાં માર્ચ, 2011નાં ગૃહયુદ્ધ ચાલુ થયા બાદ દરબદર થયા અને કોઇ પ્રકારનાં જીવ સુરક્ષીત રહ્યા તો સીમા લાંઘઈને શિબિરમાં દરેકને પોતાની કહાની છે, જો કે દરેક કહાનીનું મુળમાં એક જેવું જ કારણ છે. આ કારણે અશાંતિ, અરાજકતા અને અત્યાચારની છે. 


કૈલાસ સત્યાર્થી પણ બાળકોને મળ્યાં
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી પણ રવિવારે જાત્રી શિબિરનાં રહેવાસી બાળકોનું દર્દ વહેંચવા અને ત્યાં હાલની પરિસ્થિતી જાણવા માટે પહોંચ્યા. તેમણે અહીં બાળકો સાથે વાત કરી અને તેમની સાથે ફુટબોલ પણ રમી. તેઓ કોઇ પણ બાળકોનાં વાલીઓને પણ મળ્યા. બાળકોને મળ્યા બાદ સત્યાર્થીએ કહ્યું કે, હું અહીં બાળકોની માસુમિયત અને પવિત્રતાથી અભિભુત થયો. તમામ લોકો સાથે મળીને તેમનાં ભવિષ્યને સંવારવાનો પ્રયાસ કરવો પડશે. વર્ષ 2012માં જોર્ડનની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ આ શિબિરનું નિર્માણ કરાવ્યું હતું.