નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી ચીફ અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકી ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ મુજબ ટ્રમ્પે કહ્યું કે સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાને સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો. તેમણે કહ્યું કે યુએસની સ્પેશિયલ ફોર્સે સાહસિક રાત્રિ રેડ  કરી અને શાનદાર રીતે પોતાના મિશનને પૂરું કર્યું. ઈરાકી ન્યૂઝ ચેનલે એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે અમેરિકી બોમ્બવર્ષામાં કેવી રીતે બગદાદીના ચીથરા ઉડી ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં જોવા મળે છે કે લોહીથી લથપથ કપડાંના ચીથરા ચારે બાજુ પડ્યા છે. ટીવી રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી હુમલામાં બગદાદીનું મોત થઈ ગયું અને આ કપડાં બગદાદીના જ છે. ફૂટેજમાં એ જગ્યાને પણ દર્શાવવામાં આવી છે જ્યાં અમેરિકી સેનાએ શનિવારે બોમ્બવર્ષા કરી હતી. આ ફૂટેજ દિવસનું છે. ફૂટેજમાં આતંકવાદના એક વિશેષજ્ઞના હવાલે જણાવવામાં આવ્યું છે કે ઈરાકી ગુપ્તચર એજન્સીઓની મદદથી બગદાદીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. 


ટ્રમ્પે  કહ્યું કે અમેરિકી સેનાના ડરથી તે એક ડેડ એન્ડ સુરંગમાં ગયો અને માર્યો ગયો. તે પોતાના છેલ્લા સમયમાં રોકકળ કરતો અને બૂમાબૂમ કરતો હતો. જે બદમાશે બીજાને આટલું ડરાવવા અને ધમકાવવાની કોશિશ કરી તે પોતાની છેલ્લી ઘડીમાં સંપૂર્ણ રીતે ભય અને અમેરિકી દળોના ખૌફમાં જીવ્યો. તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં એક પણ અમેરિકી સૈનિક માર્યો ગયો નથી. પરંતુ બગદાદીના અનેક સાથીઓ માર્યા ગયા છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...