તુર્કીઃ Turkiye-Syria Earthquake: ભૂકંપથી તબાહ તુર્કિએ અને સીરિયામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુરુવારે રાત્રે કહેવામાં આવ્યું કે મૃત્યુઆંક 19 હજારને વટાવી ગયો છે. આફતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયેલી ભારતીય બચાવ ટુકડીઓએ ત્યાં લોકોને બચાવવા માટે રાત-દિવસ એક કરી દીધી છે. ભારતની NDRF ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર કેટલાક સ્નિફર ડોગ્સ સાથે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. ગુરુવારે NDRFએ 6 વર્ષની બાળકીને ત્યાં કાટમાળમાંથી બચાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી ધાબળામાં લપેટાયેલી છે. તેને એક ખાસ ઉપકરણની સાથે મજબૂતીથી સુરક્ષા પ્રદાન કરવામાં આવી, તો એક ડોક્ટર તેની તબિયતની તપાસ કરી રહ્યાં છે. પીળા હેલમેટમાં લોકો તેને ધીરેથી સ્ટ્રેચર પર લઈ જાય છે. 


Time Traveller: ધરતી પર જલદી આવશે તબાહી! બાબા વેંગા-નોસ્ટ્રાડેમસની ડરામણી ભવિષ્યવાણી


ભારત ચલાવી રહ્યું છે 'ઓપરેશન દોસ્ત'
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ 'ઓપરેશન દોસ્ત' ના હેશટેગ સાથે ટ્વીટ કર્યું. 'આ પ્રાકૃતિક આદપામાં અમે તુર્કિએ સાથે છીએ. ભારતની એનડીઆરએફ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત અભિયાન ચલાવી રહી છે. ટીમ IND-11 એ આજે ગાઝિયાંટેપના નૂરદાગીથી 6 વર્ષની બાળકીને સફળતાપૂર્વક બચાવી છે. તો એનડીઆરએફના ડીજીપી અતુલ કરવાલે કહ્યુ કે, કાલે એનડીઆરએફના 51 કર્મીઓનું એક દળ ત્યાં પહેલાથી તૈનાત બે ટીમોમાં સામેલ થવા માટે તુર્કિએ માટે રવાના થયું છે.'


એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મંગળવારે તુર્કી મોકલવામાં આવેલી બે ટીમોમાં વહેંચાયેલા 101 કર્મચારીઓને ગાઝિયાંટેપ પ્રાંતના બે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો નુરદાગી અને ઉર્ફામાં તૈનાત કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ અજીત ડોભાલ પહોંચ્યા રશિયા, યુદ્ધ વચ્ચે પુતિન સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા


ટીમો પાસે પૂરતું રાશન, ટેન્ટ અને અન્ય લોજિસ્ટિક્સ છે
એનડીઆરએફની ટીમો ત્યાં લગભગ બે અઠવાડિયા સુધી પોતાની જાતને ટકાવી શકે છે, કારણ કે તેમની પાસે પૂરતું રાશન, ટેન્ટ અને અન્ય લોજિસ્ટિક્સ છે. કરવલે કહ્યું- "અમે અમારા બચાવકર્તાઓને તુર્કીના અત્યંત ઠંડા વાતાવરણમાં કામ કરવા માટે ખાસ શિયાળાના કપડાં પૂરા પાડ્યા છે. આ કપડાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને કેટલાક અન્ય લોકો પાસેથી ઉછીના લેવામાં આવ્યા છે,"


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube