નવી દિલ્હીઃ પોતાની ફિટનેસ માટે લોકો જિમ જાય છે. ખુબ મહેનત કરી બોડી બનાવે છે. કસરતની સાથે મિત્રતા પણ થતી ગોય છે. પરંતુ અહીં ક્યારેક અખાડો પણ બની જતો હોય છે. યુવકો જિમમાં ઝગડો કરે તેવા સમાચાર તો મળતા હોય છે. પરંતુ આ વખતે મામલો બે યુવતીઓનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક જિમનો વીડિયો છે. અહીં બે યુવતીઓએ જિમને યુદ્ધનું મેદાન બનાવી દીધુ. બંને વચ્ચે એક્સરસાઇઝને લઈને મારામારી થઈ છે. વીડિયોમાં બંને યુવતી એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહી છે. 


સોશિયલ મીડિયા પર જિમનો એક વીડિયો વાયરલ થયો છે. તે 28 સેકેન્ડનો છે. તેમાં પિંક શોર્ટ અને બ્લેક ટી-શર્ટમાં એક યુવતી જોઈ શકાય છે. તે રાહ જોઈ રહી છે. જે ઇક્વિપમેન્ટ પર તે એક્સરસાઇઝ કરવા ઈચ્છતી હતી તેના પર બીજી કોઈ યુવતી કસરત કરી રહી છે. પહેલી યુવતી હટવા બ્લેક ટીશર્ટ પહેરેલી પોતાના સ્મિથ મશીન તરફ આગળ વધે છે. અચાનક ત્યારે ગ્રીન ટી-શર્ટ અને બ્લેક લોઅર પહેરેલી યુવતી તેને ધક્કો મારી મશીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube