કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની ક્રુરતાનો સિલસિલો  થમતો જોવા મળતો નથી. આતંકી સંગઠને અફઘાનિસ્તાનના મશહૂર કોમેડિયન નઝર મોહમ્મદ ખાશાની ક્રુરતાથી હત્યા કરી નાખી અને હવે ઘટનાને અંજામ આપતા પહેલા લેવાયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તાલિબાની આતંકીઓ નઝરને મારતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ દરમિયાન નઝર તેની જિંદગીની છેલ્લી મજાક પણ કરે છે અને મરતા મરતા તાલિબાનને જવાબ આપે છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દુનિયા આઘાતમાં છે. 


નજરના મોતની ખબરો અનેક દિવસોથી સામે આવી રહી હતી અને પરિવારે હત્યાનો આરોપ તાલિબાન (taliban)  પર લગાવ્યો હતો. હવે સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગાડીની અંદર બેઠેલા નઝરને કોઈ થપ્પડ મારી રહ્યું હતું. તેમના હાથ બાંધેલા હતા અને અનેક તાલિબાની આતંકીઓએ તેમને ઘેર્યા હતા. રિપોર્ટ્સ મુજબ ત્યારબાદ તેમને ઝાડ સાથે બાંધવામાં આવ્યા અને પછી ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી. એ સ્પષ્ટ નથી કે અપહરણ કર્યા બાદ તેમની હત્યા ક્યારે કરાઈ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube