કિવઃ રશિયાના સૈનિક યુક્રેનના ઘણા શહેરોમાં સતત હુમલો કરી રહ્યાં છે. આશરે 1 લાખ રશિયન સૈનિક પોતાના હથિયારોની સાથે યુક્રેનની સરહદમાં દાખલ થયા છે. આ વચ્ચે ઘણા એવા વીડિયો સામે આવ્યા છે, જ્યાં રશિયન સૈનિક ગાડીમાં તેલ ખતમ થયા બાદ રસ્તામાં ઉભા છે. એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક રશિયન ટેન્કને યુક્રેનનો એક કિસાન પોતાના ટ્રેક્ટરથી ચોરીને લઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનના ઓસ્ટ્રિયામાં રાજદૂત ઓલેઝેન્ડર સ્ચેર્બાએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો એક કિસાન હુમલા વચ્ચે રશિયાનું એક ટેન્ક ચોરીને લઈ ગયો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર રહેલી ટેન્ક કિસાન ખેંચીને લઈ જાય છે. એક વ્યક્તિ ટ્રેક્ટરની સાથે દોડી રહ્યો છે અને તેના પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- જો સાચુ હોય તો આ પ્રથમ ટેન્ક હશે જેને કોઈ કિસાને ચોર્યુ છે. 


Ukraine-Russia War: રશિયાના હુમલામાં અત્યાર સુધી યુક્રેનના 102 નાગરિકોના મોત, ઘણા બાળકો પણ સામેલઃ યુએને આપી ચેતવણી  


આ વચ્ચે રાજધાની કિવને લઈને ભયંકર લડાઈ ચાલી રહી છે. યુક્રેનની સેનાએ સોમવારે કહ્યું કે કિવમાં સ્થિતિ હજુ તેના નિયંત્રણમાં છે. યુક્રેની સેનાની ગ્રાઉન્ડ ફોર્સે ફેસબુક પર પોસ્ટ કરી, યુક્રેની સેનાની પાસે હજુ કિવનું નિયંત્રણ છે, કારણ કે રાતમાં કિવના બહારના વિસ્તારમાં રશિયન સૈનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલા પ્રયાસોને પરાજિત કરવામાં આવ્યા છે. યુક્રેનની સ્થાનીક એજન્સીએ જણાવ્યું- રશિયાની સેના કોઈપણ મોટા ક્ષેત્રીય શહેરોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે અને યુક્રેની સેનાએ કાલે રાત્રે તમામ મોર્ચા પર રશિયાને ભગાડી દીધુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના સૈનિકોએ ખારકીવ, કિવ અને ચેર્નિહાઇવ સહિત અન્ય શહેરો પર હવાઈ હુમલા કર્યાં છે. પરંતુ યુક્રેનની સેના તેનો સામનો કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube