નવી દિલ્હી: દુનિયાભરમાં આધુનિક શૈલી અને નવી નવી ટેક્નોલોજીના કારણે લોકો વિવિધ પ્રકારની ઈમારતો બનાવી રહ્યા છે. આ ઈમારતો કોઈ પણ માણસ માટે સપનાની દુનિયાથી જરાય કમ નથી. અનેકવાર તો આધુનિક ટેક્નોલોજી આપણને જમીન ઉપર જ સ્વર્ગનો અનુભવ કરાવી દે છે. તો  ક્યારેક તેનું એટલું બધુ મોટું પરિણામ ભોગવવું પડે છે કે આપણે બધુ ખોઈ બેસીએ છીએ. અનેકવાર આવી ઈમારતો માણસના જીવનું જોખમ બની જાય છે. કુદરતી આફતો વખતે આવી ઈમારતો એક ખરાબ સપના જેવી બની જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તે મહેસૂસ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે આ વીડિયો ફિલિપાઈન્સની રાજધાની મનીલાનો છે. અહીં ભૂકંપ આવ્યો હતો. તે સમયે એક ઈમારતના 53માં માળેથી અચાનક જ પાણી નીચે પડવા લાગ્યું. આ પાણીને નીચે પડતા જોઈને લોકો દહેશતમાં આવી ગયાં. 


જુઓ વીડિયો


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...