ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સેનાએ શનિવારે કહ્યું કે તે 'યુદ્ધ માટે તૈયાર' છે. પરંતુ તેણે પોતાના લોકોના હિતમાં શાંતિના રસ્તે ચાલવાનું પસંદ કર્યુ છે. પાકિસ્તાની સેનાની આ ટિપ્પણી ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના નિવેદનની પ્રતિક્રિયામાં આવી છે. રાવતે કહ્યું હતું કે ભારતીય જવાનોની બર્બર હત્યાનો 'બદલો' લેવા માટે 'આકરી કાર્યવાહી'ની જરૂર છે. ડોન અખબારના એક અહેવાલ મુજબ દુનિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે કહ્યું કે દેશનો આતંકવાદ સામે લડવાનો લાંબો રેકોર્ડ રહ્યો છે અને "અમે શાંતિ માટેની કિંમત જાણીએ છીએ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં બીએસએફના એક જવાન અને 3 પોલીસકર્મીઓની બર્બર હત્યા પર ટિપ્પણી કરતા જનરલ રાવતે જયપુરમાં કહ્યું કે આતંકવાદીઓ અને પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સૈનિકો સાથે થઈ રહેલી બર્બરતાનો બદલો લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને પાકિસ્તાની સેના દ્વારા આપણા સૈનિકો વિરુદ્ધ બર્બરતાપૂર્ણ કાર્યવાહીનો બદલો લેવા માટે આપણે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. 


તેમને તેમની જ રીતથી જવાબ આપવા નો સમય છે પરંતુ એવી બર્બરતા અપનાવવાની જરૂર નથી. મને લાગે છે કે બીજા પક્ષને પણ એ જ દર્દ મહેસૂસ થવું જોઈએ. પાકિસ્તાની સૈનિકો દ્વારા બીએસએફના જવાનની હત્યા કર્યાના ભારતના દાવાને ફગાવતા ગફૂરે કહ્યું કે અમે છેલ્લા બે દાયકાથી શાંતિ કાયમ કરવા માટે સંઘર્ષ કર્યો છે. અમે ક્યારેય કોઈ સૈનિકનું અપમાન કરવા માટે કઈ કરી શકીએ નહીં. 


ગફૂરે કહ્યું કે તેમણે (ભારતે) પૂર્વમાં પણ અમારા પર એક જવાનના મૃતદેહને ક્ષત વિક્ષત કરવાનો આરોપ લગાવ્યો હતો. અમારી સેના પ્રોફેશનલ છે, અમે ક્યારેય આવા કામ કરતા નથી. પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની સેના યુદ્ધ માટે તૈયાર છે પરંતુ અમે પાકિસ્તાન, પાડોશીઓ અને ક્ષેત્રના લોકોના હિતમાં શાંતિના રસ્તે ચાલવાનું પસંદ કર્યુ છે.