રશિયા-યુક્રેન વિવાદ પર એક્શનમાં અમેરિકા, બાઇડેને પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મહત્વનું નિવેદન આપ્યું છે. બાઇડેને કહ્યુ કે, અમારી પાસે અનેક પ્રકારના પગલા છે, જે ભરવામાં આવશે. આ સાથે બાઇડેને કહ્યુ કે અમેરિકા પ્રતિબંધ પણ લગાવશે.
વોશિંગટનઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ સતત વધી રહ્યો છે. પુતિને પૂર્વી યુક્રેનના બે ક્ષેત્રોને અલગ રાજ્ય જાહેર કર્યા બાદ વિશ્વમાં હલચલ મચી ગઈ છે. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સંબોધન કર્યું છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ પર બાઇડેને કહ્યું કે સ્થિતિ પર અમારી નજર છે. સ્થિતિનું આકલન કર્યા બાદ અમે પગલા ભરવા જઈ રહ્યાં છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમારા તરફથી રક્ષાત્મક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા બાઇડેને કહ્યુ કે રશિયા, પશ્ચિમી દેશોની સાથે વધુ વ્યાપાર કરી શકશે નહીં. અમારી પાસે અનેક પગલા છે, જે ભરવામાં આવશે.
તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશો પાસેથી મળનારી સહાયતા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુક્રેનની સરહદ પર સૈનિકોનો જમાવડો છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમે છેલ્લા બે દિવસમાં અનેક બેઠક કરી છે. રશિયાની સાથે જંગનો અમારો કોઈ ઈરાદો નથી. રશિયાએ યુક્રેનને ચારે તરફથી ઘેરી લીધું છે. અમારી નજર રશિયાના આગામી પગલા પર છે. જો બાઇડેને કહ્યુ કે યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે અમારી સતત વાત થઈ રહી છે. અમે રશિયા યુક્રેન વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. રશિયા અને યુક્રેન તણાવ ઓછો કરે, વિવાદ ઉકેલવાનો પ્રયાસ જારી રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube