ટોરેન્ટોઃ Weather Forecast Today Update: ભારત સહિત વિશ્વના અનેક દેશો આ દિવસોમાં ભીષણ ગરમીથી પરેશાન છે. કેટલાક દેશોમાં ગરમીને કારણે લોકોના મોત થવાના મામલા સામે આવ્યા છે. આવો એક દેશ છે કેનેડા, જ્યાં કથિત રીતે ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. એક રિપોર્ટ પ્રમાણે કેનેડાના વૈંકૂવરમાં લોકોના મોતને ભીષણ ગરમીની સાથે જોડી જોવામાં આવી રહ્યાં છે. સંબંધિત અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયુ, જે યૂએસના પેસિફિક નોર્થવેસ્ટ સુદી ફેલાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈંકૂવરના પોલીસ વિભાગ અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા જારી આંકડા અનુસાર પાછલા શુક્રવારથી શહેરમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 134 લોકોના અચાનક મોત થયા છે. માત્ર વૈંકૂવર પોલીસ વિભાગે જણાવ્યું કે, તેમને શુક્રવારથી અત્યાર સુધી 65થી વધુ મોતોના સંબંધમાં જાણકારી મળી છે. તેમાંથી મોટાભાગના મોત ગરમીને કારણે થયા છે. 


આ પણ વાંચોઃ બ્રિટન: લેબર પાર્ટીની પ્રચાર સામગ્રી પર PM મોદીની તસવીરના કારણે ખુબ હંગામો મચ્યો


રિપોર્ટ પ્રમાણે કેનેડામાં સતત ત્રીજા દિવસે ભીષણ ગરમીનો નવો રેકોર્ડ બન્યો. હવામાન વિભાગના હવાલાથી જણાવવામાં આવ્યું કે અહીં લિટનમાં તાપમાન રેકોર્ડ 49.5 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. આ જગ્યા વૈંકૂવરથી લગભગ 250 કિમી પૂર્વમાં છે. મામલામાં પોલીસ સાર્જન્ટ સ્ટીવ એડિસને જણાવ્યુ- વૈંકૂવરમાં ક્યારેય આટલી ભીષણ ગરમી પડી નથી. દુખની વાત છે કે તેના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. 


આ રીતે અન્ય નગરપાલિકાએ જણાવ્યું કે, તેમને અચાનક મોતોની જાણકારી મળી છે. પરંતુ હજુ સુધી મૃતકોની કુલ સંખ્યા જારી કરવામાં આવી નથી. તો અમેરિકાના વોશિંગટન અને ઓરેગોનમાં ભીષણ ગરમીના લીધે લોકોના મોત થવાના સમાચાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube