ધાંસૂ Experiment! બાઈકમાં પેટ્રોલની જગ્યાએ દારૂ નાખીએ તો શું થશે?
તમે અત્યાર સુધી ઘણા અજીબોગરીબ એક્સપિરિમેન્ટ (Weird Experiment) વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈએ બાઇકમાં પેટ્રોલની જગ્યાએ દારૂ નાખ્યો અને પછી બાઇક ચલાવવાનો પ્રયાસ કર્યો. જોકે ઘણા લોકો કહેશે કે આ શું મૂર્ખતા છે?
નવી દિલ્હી: તમે અત્યાર સુધી ઘણા અજીબોગરીબ એક્સપિરિમેન્ટ (Weird Experiment) વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈએ બાઇકમાં પેટ્રોલની જગ્યાએ દારૂ નાખ્યો અને પછી બાઇક ચલાવવાનો પ્રયાસ કર્યો. જોકે ઘણા લોકો કહેશે કે આ શું મૂર્ખતા છે? પરંતુ વાસ્તવમાં એક વ્યક્તિએ આ કર્યું અને યુટ્યુબ પર તેનો વીડિયો પણ મૂક્યો. તો ચાલો આજે જાણીએ કે પેટ્રોલની જગ્યાએ દારૂ નાખવાથી બાઇક ચાલશે કે નહીં.
બાઇકમાં પેટ્રોલને બદલે દારૂ નાખ્યો ત્યારે શું થયું?
આ એક્સપિરિમેન્ટ માટે વ્યક્તિ પહેલા તેની બાઇકમાંથી બધુ પેટ્રોલ કાઢે છે અને પછી તેમાં દારૂ (Alcohol) નાખે છે. આ વ્યક્તિ તેની બાઇકમાં આઇસોપ્રોપીલ આલ્કોહોલ (Isopropyl Alcohol) નાખે છે, જેમાં આલ્કોહોલનું પ્રમાણ 95 ટકા છે. તમને જણાવી દઈએ કે આઈસોપ્રોપીલ આલ્કોહોલ અને પેટ્રોલ વચ્ચે કેટલીક બાબતો સમાન છે. બંનેને સ્પાર્ક બતાવવાની સાથે જ આગ લાગી જાય છે. બંને હવામાં ઉડી (Evaporate) જાય છે. જો કે, આ બંને વચ્ચેનો તફાવત એ છે કે આલ્કોહોલ પાણીમાં ભળે છે અને પેટ્રોલ પાણીમાં ભળતું નથી.
શું દારૂ સાથે શરૂ થઈ શકે છે બાઇક?
જાણો કે બાઇકની ટાંકીમાં પેટ્રોલની જગ્યાએ આઇસોપ્રોપીલ આલ્કોહોલ નાખ્યા પછી, જ્યારે વ્યક્તિ બાઇક સ્ટાર્ટ કરે છે, ત્યારે બાઇક તરત જ સ્ટાર્ટ થાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે કાર્બ્યુરેટર (Carburettor) ની અંદર રહેલા થોડા પેટ્રોલથી બાઇક સ્ટાર્ટ થઈ હતી. પછી માણસે નક્કી કર્યું કે જ્યાં સુધી કાર્બ્યુરેટરનું પેટ્રોલ સમાપ્ત ન થાય ત્યાં સુધી તે 1-2 કિલોમીટર સુધી બાઇક ચલાવશે.
લગભગ અડધો કિલોમીટર ચાલાવ્યા પછી બાઇકના સાઇલેન્સર (Silencer) માંથી દારૂની વાસ આવવા લાગે છે અને વ્યક્તિ સમજી જાય છે કે બાઇક હવે પેટ્રોલ પર નહીં પણ દારૂ પર ચાલે છે. જોકે, દારૂથી દોડતી વખતે બાઇક શરૂઆતમાં ઝટકા મારે છે અને થોડીવાર પછી બંધ થવા લાગે છે. પરંતુ 2-3 કિમી બાદ બાઇક સારી રીતે ચાલવા લાગે છે.
(નોંધ: તમને જણાવી દઇએ કે આ એક્સપિરિમેન્ટ એક્સપર્ટની દેખરેખમાં કરવામાં આવે છે તેથી આ એક્સપિરિમેન્ટ તમે ઘર પર ટ્રાય ના કરો, આ દરમિયાન દુર્ઘટના પણ થઈ શકે છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube