અહીં સેક્સનો છે વિચિત્ર રિવાજ, એકથી વધુ લગ્ન કરવાની છે પરવાનગી
. પતિના મોત બાદ મહિલાનું શુદ્ધિકરણ કરવું. આ પ્રથા અનુસાર મહિલાને પતિના મોત બાદ એક રાત તેની લાશ સાથે ઉંઘવું પડે છે. આ દરમિયાન મહિલાને કલ્પના કરવાની હોય છે કે તે પોતાના પતિએન પ્રેમ કરી રહી છે.
નવી દિલ્હી: અલગ-અલગ સ્થળો પર જનજાતિઓના રિતિ રિવાજ પણ અલગ હોય છે પરંતુ તેમાંથી કેટલાક રિવાજ એવા હોય છે જેના પર વિશ્વાસ કરવો આસાન નથી. આવો જ કંઇક વિચિત્ર રિવાજ છે પશ્વિમી કેન્યાની લુઓ જનજાતિ (Luo Tribe of Western Kenya) નો. જન્મ, મૃત્યું, લગ્નથી માંડીને સેક્સ સુધીની અનેક પરંપરાઓ એકદમ વિચિત્ર છે.
પતિના મોત બાદ મહિલાનું 'શુદ્ધિકરણ'
આ જનજાતિની વિચિત્ર પ્રથાઓમાંથી એક છે. પતિના મોત બાદ મહિલાનું શુદ્ધિકરણ કરવું. આ પ્રથા અનુસાર મહિલાને પતિના મોત બાદ એક રાત તેની લાશ સાથે ઉંઘવું પડે છે. આ દરમિયાન મહિલાને કલ્પના કરવાની હોય છે કે તે પોતાના પતિએન પ્રેમ કરી રહી છે. માનવામાં આવે છે કે ત્યારબાદ તેના મૃતક પતિની આત્માને મુક્તિ મળી જાય છે અને ત્યારબાદ માનવામાં આવે છે કે મહિલાનું શુદ્ધિકરણ થઇ ચૂક્યું છે અને તે ફરીથી લગ્ન કરી શકે છે.
લડાઇ બાદ સેક્સ
લુઓ જનજાતિમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે તો મહિલાઓ પોતાના પતિને સોટી વડે મારી શકે નહી પરંતુ આમ થયું ત્યારબાદ એક ખાસ અનુષ્ઠાન કરાવવામાં આવે છે. આ અનુષ્ઠાન ઘર-સવાજ અને વડીલોની વચ્ચે કરાવવામાં આવે છે. અનુષ્ઠાન દરમિયાન પતિ-પત્નીને એક હર્બલ ડ્રિંક પીવડાવવામાં આવે છે. આ ડ્રિકને 'માન્યસી' કહેવામાં આવે છે. ત્યારબાદ બંનેને સેક્સ કરવા માટે કહેવામાં આવે છે. તેની પાછળ માન્યતા છે કે આમ કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે જે તણાવ થયો હતો તે ખતમ થઇ જશે.
એકથી વધુ લગ્ન કરવાની પરવાનગી
જ્યાં આજના જમાનામાં એકથી વધુ લગ્ન કરવા મોટાભાગે સભ્ય દેશોમાં કાયદાકીય રીતે ગુનો ગણવામાં આવે છે. તો બીજી તરફ લુઓ જનજાતિ આજે પણ તેનાથી અજાણ છે. એટલા માટે કે લુઓ જનજાતિમાં એકથી વધુ લગ્નનું ચલણ આજે પણ છે. આશ્વર્યની વાત એ છે કે પહેલી પત્ની પણ તેને સરળતાથી સ્વિકાર કરી લે છે.
પાક કાપણી પહેલાં સેક્સ જરૂરી
આ જનજાતિની વિચિત્ર પરંપરાઓમાં પાકની કાપણી પહેલાં સેક્સ કરવાની પરંપરા પણ છે. લુઓ જનજાતિમાં પાકની કાપણીની એક રાત પહેલાં લુઓ પુરૂષને પોતાની સૌથી પહેલી પત્ની સાથે સંબંધ બનાવવો જરૂરી હોય છે.
સુહાગરાત પહેલાંનો રિવાજ
લુઓ જનજાતિના વધુ એક રિવાજ અનુસાર લગ્ન પછી નવ પરણિત વર-કન્યા ત્યાં સુધી સંબંધ બનાવી શકતા નથી જ્યાં સુધી તેમની સુહાગરાતની પથારી પર માતા-પિતા ન સુવે. એટલે સુહાગરાત ત્યારે મનાવાશે જ્યારે પહેલાં તે પથારી પર છોકરીના માતા-પિતા ઉંઘશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube