Weird News: પોતાની મનપસંદ ચીજો ખાતી વખતે માણસ એટલો ખુશ હોય છે કે તે ગમેતેવી વાતો વિચારવા માંગતો નથી. પરંતુ એક વ્યક્તિને તેની મનપસંદ સેન્ડવીચમાંથી એટલી ગંદી વસ્તુ મળી કે હવે તે સેન્ડવીચ ખાતા પહેલા હજારવાર વિચાર કરશો. વ્યક્તિએ આ અંગે કંપની ટેસ્કો  (Tesco) ને મોલ કરીને તપાસની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ડવીચમાં મળી આ વસ્તુ
વોલ્ટહેમ્પ્ટનના ઈસ્ટફિલ્ડમાં રોની હેનરીએ ટેસ્કો એક્સપ્રેસથી પોતાના માટે સ્મોક્ડ હેમ લીધી અને જ્યારે તે તેની પહેલી બાઈટ લેવાનો જ હતો ત્યાં તેને આ ખૌફનાક વસ્તુ જોવા મળી. મિરર યુકેના રિપોર્ટ મુજબ તેણે જણાવ્યું કે જ્યારે મે આ જોયું તો ડરી ગયો. મને નથી ખબર કે કઈ વસ્તુએ મને પ્રેરિત કર્યો કે હું સેન્ડવીચને પેકેજિંગમાંથી બહાર કાઢીને જોઉ. જ્યારે મે આવું કર્યું તો મને ભૂરા રંગનો એક ટુકડો જોવા મળ્યો. જે બિલાડી કે લોમડીના મળ જેવું કઈક હતું. હું તેને પાછો સ્ટોર પર લઈ ગયો જેથી કરીને તેની તપાસ થઈ શકે. આ સાથે જ ટેસ્કોનો પણ ટ્વીટ કરીને સંપર્ક કર્યો. 


ટેસ્કોએ માફી માંગી
રોનીએ આ ફોટો ટ્વિટર પર શેર કર્યો અને લોકો પાસે તે અંગે સલાહ માંગી કે શું તે સાચું વિચારી રહ્યો છે. તેણે લખ્યું કે મે Tesco થી એક હેમ અને ચીઝ સબ ખરીદ્યું, કોઈને ખબર છે કે બ્રેડમાં ફસાયેલું છે તે શું હતું? ત્યારબાદ અનેક યૂઝર્સે તેના અંદાજાને યોગ્ય ઠેરવ્યો. જ્યારે ટેસ્કોએ ઈમેઈલ કરીને રોનીની માફી માંગી છે કે સેન્ડવીચમાં તેને આવી ચીજ મળી. 


તેમણે લખ્યું કે અમને એ જાણીને ખુબ દુખ થયું કે તમને આવી કોઈ ચીજ મળી. અમે તમારી ચિંતા સમજી શકીએ છીએ. અમે અમારા ગ્રાહકોને સૌથી સારી ક્વોલિટીની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવામાં ખુબ ગર્વ મહેસૂસ કરીએ છીએ એટલે આ જાણીને અમને ખુબ નિરાશા થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube