New Zealand: કોરોના રસી લીધા બાદ મહિલાને આવ્યો હાર્ટ એટેક, જાણો આ Rare Side Effect વિશે
આ વાતની જાણકારી આરોગ્ય મંત્રાલયે સોમવારે એક સ્વતંત્ર કોવિડ-19 રસી સુરક્ષા નિગરાણી બોર્ડ દ્વારા સમીક્ષા બાદ આપી. જો કે મંત્રાલયના નિવેદનમાં મહિલાની ઉંમર દર્શાવવામાં આવી નથી.
વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડમાં કોરોના રસી ફાઈઝર(Corona Vaccine Pfizer)થી પહેલું મોત નોંધાયું છે. આ વાતની જાણકારી આરોગ્ય મંત્રાલયે સોમવારે એક સ્વતંત્ર કોવિડ-19 રસી સુરક્ષા નિગરાણી બોર્ડ દ્વારા સમીક્ષા બાદ આપી. જો કે મંત્રાલયના નિવેદનમાં મહિલાની ઉંમર દર્શાવવામાં આવી નથી.
રસી મૂકાવ્યા બાદ માયોકાર્ડિટિસથી મોત
ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે બોર્ડે સ્વીકાર્યું કે મહિલાનું મોત માયોકાર્ડિટિસ (હ્રદય સંબંધિત સમસ્યા) ના કારણે થયું હતું જેને કોવિડ-19 રસી ફાઈઝરના દુર્લભ દુષ્પ્રભાવ(Rare Side Effect) તરીકે જાણવામાં આવે છે.
શું હોય છે માયોકાર્ડિટિસ?
માયોકાર્ડિટિસના કારણે હ્રદયની માંસપેશીઓમાં સોજાની સમસ્યા થાય છે જે હ્રદયની વિદ્યુત પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં હ્રદયમાં લોહીને પંપિંગ કરવામાં મુશ્કેલી પડે છે જે ધબકારાની અનિયમિતતાનું કારણ બની શકે છે. હાર્ટની માંસપેશીઓને ઓક્સિજનયુક્ત રક્ત પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. જેા કારણે માંસપેશીઓમાં સોજાની સમસ્યા થાય છે.
UK: મહિલાએ આમ તેમ જોયુ, પછી બીચ પર વાયબ્રેટર લઈ કરી 'ગંદી હરકત', Video થયો વાયરલ
ઓકલેન્ડમાં બે અઠવાડિયાનું લોકડાઉન
અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યો છે. જેને જોતા અહીં બે અઠવાડિયાનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3819 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 2890 લોકો આ મહામારીથી સાજા થયા છે. ન્યૂઝીલેન્ડમાં હાલ કોરોના વાયરસના 603 એક્ટિવ કેસ છે. આ દર્દીઓ સારવાર હેઠળ છે.
Kabul માં અમેરિકાના લેટેસ્ટ એટેક પર તાલિબાનનું આવ્યું રિએક્શન, જાણો શું કહ્યું?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube