Albert Einstein Birthday: આજે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મદિવસ છે. તેમણે તેમના સાપેક્ષતાના સિદ્ધાંત દ્વારા બ્રહ્માંડના નિયમો સમજાવ્યા. આઈન્સ્ટાઈનની આ થિયરીએ વિજ્ઞાનની દુનિયા બદલી નાખી. આઈન્સ્ટાઈન જેટલા મહાન વૈજ્ઞાનિક હતા તેટલા જ મહાન ફિલોસોફર પણ હતા. વિજ્ઞાનની દુનિયા ઉપરાંત, તેમના સિદ્ધાંતો સામાન્ય જીવનમાં પણ ઘણી જગ્યાએ સાચા સાબિત થાય છે. આઈન્સ્ટાઈને વિજ્ઞાનના નિયમો સમજાવતી વખતે સફળતા, નિષ્ફળતા, કલ્પના અને જ્ઞાન વિશે એવી ઘણી વાતો કહી છે, જેના આધારે મુશ્કેલીઓને પાર કરી સફળતાના માર્ગ પર આગળ વધી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગઈકાલથી શીખો અને આજ માટે જીવો. જો તમારે સફળ થવું હોય તો જીવનમાં સવાલ કરવાની આદત ક્યારેય છોડશો નહીં.


2. આપણે આપણી સમસ્યાઓને વિચારોથી નથી સુલઝાવી શકતા જેનાથી તે ઉદ્ભવે છે.


3. તેજ હોવાની ઓળખ વધુ જાણકાર બનવું નથી પરંતુ તેનો અર્થ કલ્પના અને સ્વપ્ન જોવાની શક્તિ છે.


4. સફળતાનો સૌથી મોટો સ્ત્રોત અનુભવ છે.


5. જે પોતાની મર્યાદા જાણે છે, તે તેનાથી આગળ વધે છે.


આ પણ વાંચો:
SIPRI: હથિયાર ખરીદવાના મામલે ભારત નંબર વન, જાણો ટોપ 5માં અન્ય કયા દેશો?
માર્ચમાં આ દિવસથી શરૂ થશે કમૂરતા, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ; નહીં તો પસ્તાશો
મંગળવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ, બાકી હનુમાનજીના ગુસ્સાથી બરબાદ થઈ જશે પરિવાર


6. તર્ક તમને A થી B સુધી લઈ જશે જ્યારે કલ્પનાની મદદથી તમે ગમે ત્યાં જઈ શકો છો.


7. જીવવાના બે જ રસ્તા છે, પહેલું કે કંઈ પણ ચમત્કાર નથી અને બીજું કે બધું જ ચમત્કાર છે.


8. જ્યારે તમે કુદરતને ધ્યાનથી જોશો તો તમે કંઈપણ સારી રીતે સમજી શકશો.


9. એક જ વસ્તુ વારંવાર કરવી અને દરેક વખતે અલગ પરિણામની અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે.


10. સૌ પ્રથમ તમારે રમતના નિયમો જાણવા જોઈએ, તો જ તમે અન્ય કરતા વધુ સારી રીતે રમી શકશો.


આ પણ વાંચો:
માથા પરથી ગાયબ થઈ રહ્યાં છે વાળ? અજમાવો દાદીમાનો આ નુસ્ખો, હેર ફોલનો આવશે અંત 
આ ફેશનેબલ રીંગ પહેરવાથી થાય છે અનેક ચમત્કારિક ફાયદા
ગુજરાતના વધુ એક મંદિરનો તઘલખી નિર્ણય, પાવાગઢમાં હવે નારિયેળ નહિ વધેરી શકાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube