દિપ્તી સાવંત/ગુજરાત : પહેલીવાર ગુજરાતમાં જાન્યુઆરીના અંતમાં આટલી કાતિલ ઠંડી પડી રહી છે. માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ઉત્તર ભારતમાં ગુજરાત કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં જે ઠંડી લાગે છે, તેના ઠંડા પવનો ઉત્તર ભારતમાં થતી બરફવર્ષાને કારણે આવે છે. પરંતુ હાલ જે ઠંડી પડી રહી છે, તેના માટે ઉત્તર ભારત નહિ, પણ કોઈ બીજુ જ કારણ છે. આ કાતિલ ઠંડીનો છેડો સીધો જ આર્કિટેક્ટ ખંડ સુધી અડી રહ્યો છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં હાલ કાતિલ ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી પાડ્યા છે. આ ઠંડી માત્ર જલ્દી જ શરૂ નથી થઈ, પરંતુ બહુ લાંબી પણ ચાલી છે. તેમજ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષા થઈ છે. બરફવર્ષા થવાનો સિલસિલો હજી પણ યથાવત છે. તેનું કારણ આર્કિટેક્ટ બ્લાસ્ટ છે. આ કારણે જ અમેરિકામાં પણ રક્ત જમાવી દે તેવી ઠંડી પડી રહી અને લોકોને આ ઠંડીથી બચવા માટે સરકારે ચેતવણી જાહેર કરવી પડી છે. તો બ્રિટનમાં પણ હાલત ખરાબ છે. ત્યારે જાણી લઈએ શું છે આર્કિટેક્ટ બ્લાસ્ટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આર્કિટેક્ટ બ્લાસ્ટ અને કોલ્ડ બ્લાસ્ટનો મતલબ 
પૃથ્વી પર સૌથી ઠંડી જગ્યા છે આર્કિટેક્ટ મહાસાગર, જે ઉત્તરી ધ્રુવ પર મોજૂદ છે. અહીં હંમેશા તાપમાન શૂન્યથી નીચે અંદાજે માઈનસ 89.2 ડિગ્રી સેલ્સિયસ રહે છે. ઠંડીની સીઝનમાં તાપમાન બહુ જ ઓછું થઈ જવા પર અક્ષાંશવાળા વિસ્તારોમાં બરફીલું તોફાન આવે છે. તેનાથી સમગ્ર વિ્સતારમાં મોટી મોટી બરફ જામી જાય છે. તેને આર્કિટેક્ટ બ્લાસ્ટ કે કોલ્ડ બ્લાસ્ટ પણ કહેવાય છે. સાઈબેરિયા, આર્કિટેક્ટથી સૌથી નજીક છે. તેથી આર્કિટેક્ટ બ્લાસ્ટની સૌથી વધુ અસર સાઈબેરિયા પર થાય છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના અનુસાર, ઉત્તર ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આ વર્ષે પડી રહેલા કાતિલ ઠંડીનું કારણ આર્કિટેક્ટ બ્લાસ્ટ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોરક્કોની તરફથી ગયેલી ગરમ હવાઓને કારણે ઉત્તરી ધ્રુવ પર ગરમી વધી અને ત્યાં આર્કિટેક્ટ બ્લાસ્ટ થયો છે.  


વૈજ્ઞાનિકોએ ઉત્તર ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આ વર્ષે પડી રહેલ કાતિલ ઠંડીનો સંબંધ આર્કિટેક્ટના બરફના તોફાન બતાવી રહ્યાં છે. ત્યાંના બરફના તોફાનને કારણે ઉત્તર ભારત સહિત યુરોપ અને અમેરિકામાં પણ આ વર્ષે ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. આર્કિટેક્ટથી ઠંડી યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગઈ છે. જે પશ્ચિમી વિક્ષોભની સાથે ઉત્તર ભારત સુધી પહોંચી રહી છે. 


અમેરિકામાં પારો માઈનસ 53 ડિગ્રી જવાની શક્યતા
આર્કિટેક્ટ બ્લાસ્ટને કારણે અમેરિકામાં પડી રહેલી કાતિલ ઠંડીથી જનજીવન વ્યસ્ત થઈ ગયું છે. આ ઠંડી રક્ત પણ જમાવી દે તેવી હોવાથી સરકાર તરફથી લોકોને ઘરની બહાર ન નીકળવા, ઊંડા શ્વાસ ન લેવા અને ઓછી વાત કરવાની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકામાં પારો માઈનસ 53 ડિગ્રી જાય તેવી શક્યતા છે. આ બધુ પોલર વોર્ટેક્સ (ઠંડી હવાઓ)ને કારણે થયેલ આર્કિટેક્ટ બ્લાસ્ટથી થાય છે. આવામાં મધ્ય પશ્ચિમી રાજ્યો જેમ કે, વિસ્કોસિન, મિશિગન અને ઈલિનોઈસમાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. શક્યતા વ્યક્ત કરાઈ છે કે, અમેરિકાના દક્ષિણ રાજ્યો અલબામા અને મિસીસીપી વગેરેમાં પણ જલ્દી જ મોસમની માર પડવાની છે. જ્યાં પણ ઈમરજન્સી લાગુ કરી શકાય છે. આયોવામાં પણ લોહી જમાવી દે તેવી ઠંડી પડી છે. 


શું છે પશ્ચિમી વિક્ષોભ, જેની અસર ભારતમાં થાય છે
પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય સાગરથી પશ્ચિમ અને આસપાસ તરફ આવે છે. તેનાથી ઓછી દબાણના હવાના કણ થાય છે. તેનાથી ઠંડી અને નરમ હવાઓ ચાલે છે. પશ્ચિમી વિક્ષોભ બે પ્રકારે ચાલે છે. પહેલું તે હિમાલયથી ટકરાઈને ઉત્તર ભારનતે પ્રભાવિત કરે છે અને બીજું તે ઉત્તરની તરફ ઉડી જાય છે. મોસમ વિભાગના અનુસાર, જાન્યુઆરી 2019માં અત્યાર સુધી સાત પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતમાં આવી ચૂક્યા છે. પશ્ચિમી વિક્ષોભની આ સંખ્યા ઘણી વધુ કહેવાય.