દર વર્ષે લાખો ગધેડાઓની કત્લેઆમ કરીને ચીન બનાવે છે Ejiao, જાણો તેમાંથી બનેલી દવાનો શું ઉપયોગ થાય છે
ચીનમાં ગધેડાઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે. આ ઉપરાંત અનેક અન્ય દેશોમાં પણ મોટી સંખ્યામાં ગધેડાઓને મારીને તેમની ચામડી વેચવામાં આવી રહી છે. બ્રિટનની સંસ્થા ધ ડંકી સેન્ચ્યુરીના એક રિપોર્ટ મુજબ દર વર્ષે લગભગ 59 લાખ ગધેડાઓને મારવામાં આવે છે.
ચીનમાં ગધેડાઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે. આ ઉપરાંત અનેક અન્ય દેશોમાં પણ મોટી સંખ્યામાં ગધેડાઓને મારીને તેમની ચામડી વેચવામાં આવી રહી છે. બ્રિટનની સંસ્થા ધ ડંકી સેન્ચ્યુરીના એક રિપોર્ટ મુજબ દર વર્ષે લગભગ 59 લાખ ગધેડાઓને મારવામાં આવે છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે તેની ચામડીમાં રહેલું જિલેટિન. વાત જાણે એમ છે કે આ જિલેટિનમાંથી બનેલી પરંપરાગત ઔષધિ (Ejiao) ઉપચારની ખુબ ડિમાન્ડ છે અને તેની આપૂર્તિ માટે દર વર્ષે લગભગ લાખો ગધેડાઓ મારવામાં આવે છે. જિલેટિનનો ઉપયોગ કયા પ્રકારની દવાઓમાં થાય છે તે જાણો.
જિલેટિનમાંથી બને છે ખાસ દવા
ગધેડાની ચામડીમાંથી નીકળતું જિલેટિન જેને એજિયો (Ejiao) પણ કહે છે, ચીનમાં તમામ પરંપરાગત દવાઓમાં તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને યૌનવર્ધક, પૌરુષ શક્તિ, અને તાકાત વધારનારી દવાઓમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એનીમિયાથી લઈને સ્કિન કેર તથા બ્યૂટી પ્રોડક્ટ્સ સુદ્ધામાં એજિયોનો ઉપયોગ થાય છે. ચીનમાં ચાથી લઈને ખાણીપીણીની અનેક વસ્તુઓમાં પણ એજિયોનો ઉપયોગ થાય છે.
કેવી રીતે બને છે એજિયો
એજિયો ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવતા કોલેજનથી બને છે. ત્યારબાદ જ્યારે તેને ચામડીમાંથી કાઢી લેવામાં આવે તો તેને ગોળીઓ કે પ્રવાહી સ્વરૂપે બીજી ચીજો સાથે ભેળવીને પ્રોડ્યૂસ કરી શકાય છે કે પછી ઉત્પાદનનું સ્વરૂપ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીનમાં એજિયોની ખુબ ડિમાન્ડ છે પરંતુ સપ્લાય લિમિટેડ છે. આવામાં પાકિસ્તાન જેવા દેશોમાંથી મોટા પાયે ગધેડાઓ ચીનમાં સપ્લાય થાય છે.
શું છે બીજો વિકલ્પ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સેલ્યુલર કૃષિ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગધેડાઓમાંથી મળતા કોલેજનને કૃત્રિમ રીતે લેબમાં પણ તૈયાર કરી શકાય છે. આવામાં ડંકી સેન્ચ્યુરી સહિત અનેક સંસ્થાઓ એજિયો પ્રોડ્યૂસ કરનારી કંપનીઓ સાથે પણ આ અંગે વાત કરી રહી છે. પરંતુ હજુ સુધી તેમાં કોઈ સફળતા મળી નથી અને ચીનમાં સતત ગધેડાઓને મારીને આ દવાને તૈયાર કરવામાં આવી રહી છે.