પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસનો રશિયા પ્રવાસ પૂરો થયો અને ત્યારબાદ તેઓ ઓસ્ટ્રિયા જવા માટે રવાના થઈ ગયા. રશિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતે પીએમ મોદીને ઉષ્મા સાથે આવકાર્યા. બંનેના ભેટવાની તસવીરોની ચર્ચા સમગ્ર દુનિયામાં છે. આ મુલાકાતને બંને દેશોના સંબંધમાં એક નવા દોર તરીકે જોવામાં આવી રહી છે. જો કે આ દરમિાયન રશિયાના રક્ષા મંત્રાલયે એક એવી તસવીર શેર કરી કે જેને લઈને ભારતની ચિંતાઓ વધી ગઈ. ત્યારબાદ લોકોના મનમાં એવા સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શું પુતિન ભારત સાથે ડબલ ગેમ રમી રહ્યા છે કે શું કે પછી આ મોદી સરકાર પર કોઈ દબાણની રણનીતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેની છે આ તસવીર
વાત જાણે એમ છે કે રશિયાના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રશિયા સશસ્ત્ર દળોના ઉપ પ્રમુખ જનરલ સ્ટાફ કર્નલ જનરલ સર્ગેઈ ઈસ્તરાકોવે ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના સંયુક્ત આર્મી ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝા સાથે બેઠક કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ આતંકવાદ, ઉગ્રવાદ, અલગાવવાદ, માદક પદાર્થોની તસ્કરી અને સરહદ પાર અપરાધોને પહોંચી વળવા માટે બહુપક્ષીય અનુસંધાનમાં વધુ નીકટતાથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 


[[{"fid":"569771","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સૈન્ય સંબંધ વધારી રહ્યું છે રશિયા
મંત્રાલયે એમ પણ કહ્યું કે બંને પક્ષોએ સૈન્ય ક્ષેત્રમાં ગતિશીલ રીતે વિક્સિત થઈ રહેલા પરસ્પર સ્વરૂપથી લાભકારી સંબંધોની પ્રશંસા કરી અને સૈન્ય સહયોગને ગાઢ કરવા માટે સંચિત ક્ષમતાનો સૌથી કુશળ ઉપયોગ કરવાની પોતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. પાકિસ્તાન સાથે રશિયાના વધતા સૈન્ય સંબંધોએ ભારતની ચિંતા વધારી છે. ભારત અને પાકિસ્તાનમાં આઝાદી બાદથી દુશ્મનીનો માહોલ છે. ભારત શરૂઆતથી જ રશિયાની નજીક રહ્યું છે જ્યારે પાકિસ્તાન અમેરિકાની. ભારતના કારણે જ રશિયાએ ક્યારેય પાકિસ્તાનને આટલો ભાવ આપ્યો નથી. 


વધી રહી છે મિત્રતા?
થોડા દિવસ પહેલા કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાજ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પુતિને પાકિસ્તાનને રશિયન ઓઈલના સપ્લાય અને અનાજની નિકાસને વધારવા પર પ્રોત્સાહન આપ્યું હતું. પાકિસ્તાની પીએમએ પણ પૈસાની જગ્યાએ સામાનથી સામાનની અદલા બદલીનું સૂચન આપ્યું હતું. અત્રે જણાવવાનું કે ગત વર્ષ રશિયાએ પહેલીવાર પાકિસ્તાનને ઓઈલ નિકાસ કરવાનું શરૂ કર્યું હતું.