નવી દિલ્હી: ભારતના એક સરોવરને લઇને NASA મંગળ ગ્રહ સાથે જોડાયેલા કનેક્શનની શોધમાં લાગી ગઇ છે. તમને ભારતના આ સરોવર વિશે જણાવીએ જે એક ઉલ્કાપિંડના ટકરાવવાથી જ બન્યું છે. તેની સાથે સંકળાયેલી તાજી જાણકારી સામે આવી છે કે ભારતનું આ સરોવર 5 લાખ 70 હજાર વર્ષ જૂનું છે અને નાસાના વૈજ્ઞાનિક આ સરોવરના મંગળ ગ્રહ સાથેનું કનેક્શન વિશે શોધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયા માટે આશ્વર્ય ભારતનું આ સરોવર
આખરે ભારતનું આ સરોવર નાસાને એટલું રસપ્રદ કેમ થયું, અમે આ પ્રશ્નનો જવાબ શોધીશું પરંતુ તે પહેલાં આ લેકની પુરી જાણકારી તમને આપીએ. આ સરોવર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં છે. જેનું નામ લોનાર લેક છે. તેનો ઉપરી વ્યાસ લગભગ 7 કિલોમીટર છે અને ઉંડાઇ લગભગ 150 મીટર છે.


ભારતના આ સરોવરની સચ્ચાઇ જાણવામાં લાગ્યું NASA
હવે તેની સાથે જોડાયેલા તાજા સમાચાર તમને જણાવીએ. તાજેતરમાં જ લોનાર સરોવર પર થયેલી શોધમાં એ વાત સામે આવી છે કે આ લગભગ 5 લાખ 70 હજાર જૂનું સરોવર છે અને રામાયણ, મહાભારત કાળમાં પણ આ સરોવરનું અસ્તિત્વ હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ઉલ્કા પિંડના પૃથ્વી સાથે ટકરાતા આ સરોવર બન્યું હતું, પરંતુ ઉલ્કા પિંડ ક્યાં ગયું તેનો આજે પત્તો નથી. 


આ સરોવરને લઇને ઘણા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. જાણકારો જણાવે છે કે સરોવરનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે. આ ઉપરાંત પદ્મ પુરાણ અને આઇન-એ-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ છે. અહીં ઘણા પ્રાચીન મંદિરોના અવશેષો પણ છે. તેમાં દૈત્યાસુદન મંદિર પણ સામેલ છે. આ ભગવાન વિષ્ણુ, દુર્ગા, સૂર્ય અને નરસિમ્હાને સમર્પિત છે. તેની બનાવટ ખજુરાહોના મંદિરો જેવી છે.


હવે આ સરોવરનું મંગળ ગ્રહ સાથે કનેક્શન પણ તમને સમજાવે છે. નાસાના વૈજ્ઞાનિકોએ થોડા વર્ષો પહેલાં આ સરોવરને બેસાલ્ટિક પહાડોથી બનેલું સરોવર ગણાવ્યું હતું. સાથે જ એ પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારના સરોવર મંગળની સપાટી પર જોવા મળી છે. કારણ કે તેનાથી પાણીના રસાણિક ગુણ પણ સરોવરોના ગુણો સાથે મેચ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube