નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં સુપ્રીમના ચૂકાદા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે આજે 9 નવેમ્બરના રોજ ચૂકાદો આપ્યો છે. આ 9 નવેમ્બરનો ઈતિહાસ સાથે પણ એક અનોખો સંબંધ છે. આજના જ દિવસે બર્લિનની દિવાલ તોડવામાં આવી હતી અને બે વિરોધી વિચારધારાઓનું મિલન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજનો દિવસ અનેક રીતે ઐતિહાસિક છે. 9 નવેમ્બરના આજના જ દિવસે બર્લિનની દિવાલ તોડી પાડવામાં આવી હતી. આજના દિવસે જ કરતાર પુર કોરિડોરની શરૂઆત થઈ છે, જેમાં ભારત અને પાકિસ્તાન એમ બંને દેશનું યોગદાન રહ્યું છે. આજના જ દિવસે સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે, જેનો દેશના તમામ સંપ્રદાયે સ્વાગત કર્યું છે. 


બર્લિનની દિવાલનો ઈતિહાસ 
9 નવેમ્બર, 1989ના રોજ બર્લિનની દિવાલ તોડી પાડવામાં આવી હતી. આ જર્મની માટે જ નહીં પરંતુ દુનિયાભર માટે એક ઐતિહાસિક દિવસ હતો. ગુગલે આ દિવસની યાદમાં આજે પોતાનું વિશેષ ડૂડલ પણ બનાવ્યું છે. આ દિવલે 28 વર્ષ સુધી બર્લિન શહેરને પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચી નાખ્યો હતો. આ દિવાલને તોડી પાડવાને આજે 30 વર્ષ પુરા થયા છે. 


શા માટે બનાવાઈ હતી દિવાલ?
બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની પણ બે દેશમાં વિભાજિત થઈ ગયું હતું, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. આ બે દેશની સરહદ બર્લિન શહેરના મધ્યમાંથી પસાર થતી હતી. આથી, 13 ઓગસ્ટ, 1961ના રોજ બર્લિન શહેરની વચ્ચે એક દિવાલ બનાવાઈ હતી અને આ શહેર પણ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. 


1950થી 1060ના દાયકામાં વિશ્વમાં શીત યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધમાં પશ્ચિમના દેશો બર્લિનનો ઉપયોગ પૂર્વ બ્લોકની જાસુસી માટે કરતા હતા. સરહદ ખુલ્લી હોવાના કારણે તેઓ રશિયન સેક્ટરમાં ઘુસી જતા હતા. 1960માં લગભગ 80 જેટલા જાસુસી સેન્ટર કાર્યરત હતા. આટલા જ સેન્ટર પૂર્વ બ્લોક વિરુદ્ધ પણ કામ કરતા હતા. આમ છુપી રીતે જે જાસુસી કરવામાં આવતી હતી અને જે જાસુસી યુદ્ધ ચાલતું હતું તેને એ કાળમાં શીત યુદ્ધ કહેવામાં આવતું હતું. 


આ બધા જ કારણોના લીધે 1961માં 13 અને 13 ઓગસ્ટની મધ્ય રાત્રીએ પૂર્વ અને પશ્ચિમ બર્લિન સરહદને બંધ કરી દેવામાં આવી. હજારો સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા અને મજૂરોએ કાંટાળા તારની વાડ બનાવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી અહીં દીવાલ બનાવાની શરૂઆત થી. આ કામ રાત્રે 1 કલાકે શરૂ કરાયું હતું. સ્ટ્રીટ લાઈટ પણ બંધ કરી દેવાઈ, જેથી પશ્ચિમના લોકોને ખબર ન પડે. 


સવાર સુધીમાં તો શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને લોકોને ખબર પડતી ન હતી કે આ શું થઈ રહ્યું છે. સમય પસાર થતો ગયો અને લોકો દિવાલ કૂદીને પોતાનાં સગા-સંબંધીઓને મળવાનો પ્રયાસ કરતા રહ્યા. લગભગ ત્રણ દાયકા સુધી પૂર્વ અને પશ્ચિમ બર્લિનને બે ભાગમાં વહેચી રાખ્યા પછી આખરે 9 નવેમ્બર, 1989ના રોજ બર્લિનની દિવાલ તોડી નાખવામાં આવી. દિવાલ તુટવાની સાથે જ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું પણ એકીકરણ થયું. 


જર્મનીના ભાગલા પછી શું થયું હતું?
બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે જર્મનીનું વિભાજન થયું ત્યારે અસંખ્ય કારીગર અને વ્યવસાયી દરરોજ પૂર્વ બર્લિન શહેર છોડીને પશ્ચિમ બર્લિન શહેરમાં વસવા જવા લાગ્યા હતા. અસંખ્ય લોકોએ રાજકીય કારણોસર પણ સમાજવાદી પૂર્વ જર્મની છોડીને મૂડીવાદી પશ્ચિમ જર્મનીમાં સ્થળાંતર શરૂ કર્યું હતું. જેના કારણે પૂર્વ જર્મની આર્થિક અને રાજકીય રીતે નબળું પડવા લાગ્યું હતું. બર્લિનની દિવાલ બનાવવાનો ઉદ્દેશ્ય આ સ્થાંતરણ રોકવાનો હતો. આ દિવાલની કલ્પના વોલ્ટર ઉલ્બ્રિખ્તે કરી હતી. સોવિયત નેતા નિકિતા ખુશ્ચેવે તેને મંજુરી આપી હતી. 


જુઓ LIVE TV...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....