સાન ફ્રાન્સિસ્કો: રાજનીતિક હેતુઓને પૂરા કરવા માટે ફેસબુક યૂઝર્સના કથિત ડેટા લીકના અહેવાલો બાદ જાણીતી મેસેજિંગ એપ વ્હોટ્સ એપના સહ-સંસ્થાપક બ્રાયન એક્ટને યૂઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને ડિલીટ કરવાનું જણાવ્યું. બ્રાયન એક્ટને ટ્વિટ કરીને પોતાના ફોલોઅર્સને કહ્યું કે આ ફેસબુકને હટાવવાનો સમય છે. ફેસબુકે 2014માં વ્હોટ્સએપને ખરીદી લીધુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરી રહ્યું છે ફેસબુક
રાજનીતિક ડેટા વિશ્લેષક કંપની કેમ્બ્રિજ એાલિટિકા દ્વારા ફેસબુકના પાંચ કરોડ યૂઝર્સનો ડેટા મંજૂરી વગર મેળવવાનો રિપોર્ટ સામે આવ્યાં બાદ ફેસબુક આકરી ટીકાઓનો સામનો કરી રહ્યું છે. કંપનીએ યૂઝર્સના ડેટા એક ફેસબુક એપ દ્વારા વર્ષો પહેલા મેળવ્યો હતો. જેને કથિત રીતે મનોવૈજ્ઞાનિક ઉપકરણ હોવાની વાત કરવામાં આવી હતી. જો કે, કંપની તે જાણકારી માટે અધિકૃત ન હતી.


આ અગાઉ મંગળવારે બ્રિટનના ડેટા સંરક્ષણ વોચડોગે રાજનીતિક ડેટા વિશ્લેષક પરામર્શદાતાના લંડન મુખ્યાલયની તપાસ માટે કોર્ટના વોરંટની માગણી કરી હતી. આ પરામર્શદાતાએ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી ટીમ સાથે કામ કર્યુ છે અને કથિત રીતે મતદાનને પ્રભાવિત કરવા માટે અમેરિકી મતદારોના ફેસબુક પ્રોફાઈલનો ઉપયોગ કર્યો.


યૂકે ઈન્ફોર્મેશન કમિશનરે કેમ્બ્રિજ એનાલિટિકાના હેડક્વાર્ટરની મુલાકાત કરતી વખતે ફેસબુક દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઓડિટર્સને નીચે ઊભા રહેવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન અમેરિકા તથા બ્રિટનના સાંસદોએ ફેસબુક યૂઝર્સના ડેટા લીકના રિપોર્ટ બાદ કાર્યવાહીની માગણી કરી છે.


માર્ક ઝુકરબર્ગની ફેસબુકે 2014માં વ્હોટ્સએપને ખરીદી લીધુ હતું
માર્ક ઝુકરબર્ગના ફેસબુકે વ્હોટ્સએપને 2014માં 19 અબજ ડોલરમાં ખરીદી લીધુ હતું. પરંતુ એક્ટન 2018ની શરૂઆતમાં 'સિંગલ ફાઉન્ડેશન' શરૂ કરવા પહેલાથી કંપની સાથે અનેક વર્ષો રહ્યાં. ગત મહિને તેમણે 'સિંગલ'માં પાંચ કરોડ ડોલરનું રોકાણ કર્યું. જે ખુબ જ લોકપ્રિય વ્હોટ્સ એપ માટે એક સ્વતંત્ર વિકલ્પ છે. એક અન્ય વ્હોટ્સ એપના સહ સંસ્થાપક જોન કોઉમ હજુ પણ કંપનીનું નેતૃત્વ કરી રહ્યાં છે અને ફેસબુક બોર્ડ પર છે.


ઈનપુટ-આઈએએનએસ