ડેનિયલ પગાની, WION/તેલ અવીન: 30 ઓક્ટોબરના રોજ વોટ્સએપ જાસુસી કાંડના સૌથી પહેલા સમાચાર તમારી સમક્ષ ZEE NEWS લઈને આવ્યું હતું. અમે આ સમગ્ર કૌભાંડની રજે-રજની વિગતે આપની સમક્ષ રજુ કરી હતી. હવે ZEE NEWSની સહયોગી ચેનલ WION સૌથી પહેલા આ કાંડના જાસુસી ઠેકાણા સુધી પહોંચી છે. WIONના રિપોર્ટર ડેનિયલ આ જાસુસી કાંડની વધુ વિગતો મેળવવા માટે ઈઝરાયેલ પહોંચ્યા છે અને તેમણે જાસુસી કાંડ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, WhatsApp જાસુસી કાંડની વિગતો જ્યારે બહાર આવી ત્યારે ભારત જ નહીં પરંતુ દુનિયાનાં અનેક દેશોમાં રાજકીય ભૂકંપ આવી ગયો હતો. અમારી સહયોગી WION ચેનલ હવે સમગ્ર જાસુસી કાંડને અંજામ આપનારી કંપનીના ઠેકાણા સુધી પહોંચી ગઈ છે અને બીજા અનેક રહસ્યો પરથી પડદો ઊંચક્યો છે. 


ખુલાસો-1 : જાસુસી ઠેકાણું બંધ
WhatsApp દ્વારા જાસુસી કરનારી આ કંપની NSOની ઓફિસ ઈઝરાયેલમાં છે. તેલ અવીવની નજીક હરજેલિયામાં તેની ઓફિસ આવેલી છે, જ્યાંથી સમગ્ર દુનિયામાં કેટલાક લોકોની જાસુસી કરાઈ હતી. જોકે, હવે આ ઓફિસ પરથી કંપનીનું નામ દૂર કરી દેવાયું છે. અહીં માત્ર બિલ્ડિંગ છે, બાકી બધું ખાલી છે. 


ખુલાસો-2 : તમામ જાસુસ ગાયબ
ઈઝરાયેલમાંથી આ કાંડના તમામ જાસુસ ગાયબથઈ ગયા છે. એટલે કે ઓફિસ બંધ થઈ જવાના કારણે એક પણ કર્મચારી અહીં જોવા મળતો નથી અને તેમનું કોઈ ઠેકાણું પણ આજુ-બાજુમાં કોઈ જાણતું નથી. 


પત્રકારો, એક્ટિવિસ્ટોની જાસૂસીઃ આઈટી મિનિસ્ટ્રીએ વોટ્સએપ પાસે માગ્યો જવાબ


ખુલાસો-3 : વેબસાઈટ પરથી ફોન નંબર ગાયબ
જાસુસી કાંડ કરનારી કંપની અંગે વધુ તપાસ કરવા માટે જ્યારે કંપનીની આધિકારિક વેબસાઈટ ખોલી. અમને આશા હતી કે કંપની વિશે કેટલીક વધુ માહિતી મળશે, પરંતુ અહીં પણ નિરાશા હાથ લાગી. કંપનીએ પોતાની વેબસાઈટ પરથી તમામ ફોન નંબર દૂર કરી લીધા છે. ટૂંકમાં, જાસુસી કાંડનો ખુલાસો થયા પછી કંપનીના અધિકારીઓ કોની સાથે વાત કરવા માગતા નથી. 


ખુલાસો-4 : વેબસાઈટમાંથી સરનામું ગાયબ
ફોન નંબર અને તમામ માહિતીની સાથે જ કંપનીએ પોતાની વેબસાઈટ પરથી પોતાનું સરનામું પણ ડિલીટ કરી નાખ્યું છે. સ્પષ્ટ છે આવી સ્થિતિમાં કંપની સુધી પહોંચવું અઘરું કામ હતું, તેમ છતાં અમારા રિપોર્ટરે યેન-કેન પ્રકારે NSO કંપનીનું સરનામું શોધી કાઢ્યું અને તેની બિલ્ડિંગ સુધી પહોંચી ગયા હતા. 


વોટ્સએપ જાસૂસી પર ગૃહ મંત્રાલયે કહ્યું- સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન


ખુલાસો-5 : કંપનીના ડિરેક્ટર પણ ગાયબ
WhatsApp જાસુસ કાંડમાં અમારી સહયોગી ચેનલ WIONના રિપોર્ટ ડેનિયલ પગાનીએ જ્યારે કંપનીના ડિરેક્ટર્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેણ પણ મળ્યા નહીં. જોકે, એટલું જરૂર જાણવા મળ્યું કે, કંપનીના બંને ડિરેક્ટર્સને કોઈ અન્ય કેસમાં ઈઝરાયેલની કોર્ટમાં હાજર થવાનું છે. 


વ્હોટ્સએપ જાસુસી કાંડના મૂળિયા સુધી પહોંચવાનો અમે ઘણો પ્રયાસ કર્યો પરંતુ કાંડ આચરનારી કંપની NSO સાથે સંપર્ક થઈ શક્યો નહીં કે તેના તરફથી અમને કોઈ પ્રત્યુત્તર પણ મળ્યો નહીં. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....