વોશિંગ્ટન: અમેરિકામાં એક હાઈવે પર અચાનક ડોલરનો વરસાદ થવા લાગ્યો. ચારેબાજુ નોટો ઉડવા લાગી. હાઈવે પર પસાર થતી  ગાડીઓમાં બેસેલા લોકો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયાં અને કાર રોકી ડોલર ભેગા કરતા જોવા મળ્યાં. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે નોર્થ એટલાન્ટાના ઈન્ટરસ્ટેટ હાઈવે નંબર 285 પર નોટોથી ભરેલી એક ટ્રક (આર્મર્ડ ટ્રક) પસાર થઈ રહી હતી. ટ્રકનો દરવાજો થોડો ખુલી ગયો અને હાઈવે પર નોટોનો વરસાદ થવા લાગ્યો. પછી તો શું, હાઈવે પર કેશની લૂંટ મચી ગઈ. લોકોએ પોત પોતાની ગાડીઓ રોકીને કેશ લૂટવાનું શરૂ કરી દીધુ. આર્મર્ડ ટ્રક કંપનીનું અનુમાન છે કે તેના 1,75,000 ડોલર એટલે કે 1.20 કરોડ રૂપિયાની નોટ લૂંટાઈ ગઈ છે. 


હાઈવે પરથી પસાર થતા કેટલાક લોકોએ નોટોનો વરસાદ અને તેની લૂંટનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો વાઈરલ થઈ ગયો. આ ઘટના મંગળવારની છે. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ આમ છતાં તેમની હાજરીમાં પણ કેશલૂંટ ચાલુ જ રહી. ડનવુડ પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું  છે કે પોલીસ ઓફિસરોના ઘટના સ્થળે પહોંચવા છતાં કેટલાક લોકો કેશ લૂંટતા રહ્યાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...