નવી દિલ્હી: ઈમરાન ખાન (Imran Khan) ના કેબિનેટ મંત્રી શેખ રશીદ (sheikh rasheed ) પોતાની હરકતોથી પાકિસ્તાન (Pakistan) ની ઈજ્જત ઉછાળવામાં માસ્ટર છે. ક્યારેક બેવકૂફીવાળી હરકતો કરીને તો ક્યારેક એવી વાતો કરીને. હવે શેખ રશીદ એક નવા સ્કેન્ડલમાં ફસાયા છે. પાકિસ્તાનની ટિકટોક સ્ટાર હરીમ શાહે શેખ રશીદ પર અશ્લીલ વાતો કરવાનો અને અશ્લીલ વીડિયો મોકલવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હાશિમ શાહ એ જ ટિકટોક સ્ટાર છે જે થોડા દિવસો પહેલા ઈમરાન ખાનની ખુરશી પર બેસીને ટિકટોક સ્ટાર બનવાના ચક્કરમાં ફસાઈ ગઈ હતી. સૌથી પહેલા અહીં હરીમની આ ટ્વીટ જુઓ જેમાં તેણે શેખ સાથે એક તસવીર શેર કરી છે અન લખ્યું છે કે મર્દ ક્યારે બેટીથી બેબી સુધી પહોંચી જાય તે ખબર નથી પડતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube