Solar Eclipse 2024: સૂર્ય ગ્રહણ દરમિયાન જ્યારે થશે અંધારું, નાસા 3 રોકેટ છોડીને જાણશે ધરતીનું છુપાયેલું `રહસ્ય`
NASA Mission:સાઉન્ડીંગ રોકેટ ત્રણ અલગ-અલગ સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં પહેલાં ગ્રહણથી 45 મિનિટ પહેલાં, બીજા ગ્રહણના 45 મિનિટ દરમિયાન અને ત્રીજા ગ્રહણના ચરના 45 મિનિટ બાદ.
Solar Eclipse 2024 News: 8 એપ્રિલ 2024 ના રોજ પૂર્ણ સૂર્ય ગ્રહણ (Solar Eclipse) દરમિયાન નાસા (NASA ) પૃથ્વીના ઉપરી વાયુમંડળ (Upper Atmosphere) પર સૂર્ય પ્રકાશમાં ઘટાડાના પ્રભાવોની તપાસ કરવા માટે ત્રણ સાઉન્ડીંગ રોકેટ (Three Sounding Rockets) લોન્ચ કરશે. તેને વર્જીનિયામાં નાસાની વોલોપ્સ ફ્લાઇટ ફેસિલિટીથી લોન્ચ કરવામાં આવશે.
ઓક્ટોબર 2023 ના વલયાકાર સૂર્ય ગ્રહણ (Annular Solar Eclipse) દરમિયાન ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેડ્સ ટેસ્ટ ફેસિલિટીથી સાઉન્ડ રોકેટને લોન્ચ કરવામાં આવ્યા હતા. હવે તેમને રેનોવેટ કરવામાં આવ્યા છે અને નવા ઇક્વિપમેંટથી સજ્જ કરવામાં આવ્યા છે.
ત્રણ અલગ-અલગ ટાઇમ પર લોન્ચ થશે રોકેટ
સાઉન્ડીંગ રોકેટ ત્રણ અલગ-અલગ સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં પ્રથમ ગ્રહણથી 45 મિનિટ પહેલાં, બીજું ગ્રહણના 45 મિનિટ દરમિયાન અને ત્રીજું ગ્રહણના ચરમના મિનિટ બાદ.
સૂર્યની અચાનક ગેરહાજરી કેવી રીતે આયનમંડળ (Ionosphere) ને વિક્ષેપિત કરે છે, માનવ સંચારમાં સંભવિતપણેહસ્તક્ષેપ કરે છે તે વિશેની માહિતી એકત્ર કરવા માટે આ સમયના અંતરાલ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે પૃથ્વીના વાતાવરણનો એક ભાગ જે સપાટીથી 55 અને 310 માઈલ (90 અને 500 કિલોમીટર)ની વચ્ચે સ્થિત છે તેને આયનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે.
પ્રોજેક્ટના પ્રભારીએ શું કહ્યું?
વૈજ્ઞાનિક આરોહ બડજાત્યાના અનુસાર આ ક્ષેત્ર ઇલેક્ટ્રિફાઇટ છે, જે સેટેલાઇટ કોમ્યુનિકેશનનેને અસર કરે છે કારણ કે સિગ્નલો પસાર થાય છે અને રેડિયો તરંગોને પ્રતિબિંબિત કરે છે અને રીફ્રેક્ટ કરે છે. આયનોસ્ફિયરને સમજવું અને વિક્ષેપની આગાહી કરવામાં મદદ કરવા માટે મોડેલ્સ બનાવવું એ આપણા વિશ્વ માટે જરૂરી છે જે કોમ્યુનિકેશન પર વધુને વધુ નિર્ભર છે.
ફ્લોરિડામાં એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યૂનિવર્સિટીમાં એન્જીનિયરિંગ ફિજિક્સના પ્રોસેસર અને સ્પેસ એન્ડ એટમોસ્ફેરિક ઇંસ્ટ્રુમેંટ્શન લેબના નિર્દેશક આરોહ બડજાત્યા આ પ્રોજેક્ટના પ્રભારી છે.