જિનેવા: કોરોના વાયરસ (Coronavirus) ને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ ફરી એકવાર દુનિયાને ચેતાવણી આપી છે. WHO નું કહેવું છે કે મહામારીનું બીજુ વર્ષ અત્યારે વધુ જીવલેણ સાબિત થઇ શકે છે. સાથે જ તેણે અમીર દેશોને અપીલ કરી છે કે બાળકોને વેક્સીન (Corona Vaccine) લગાવવાના બદલે ગરીબ દેશોને રસી ઉપલબ્ધ કરાવે, જેથી કોરોના સામે જંગમાં આગળ વધી શકાય. તમને જણાવી દઇએ કે કેનેડા અને અમેરિકાએ તાજેતરમાં જ 12 થી 15 વર્ષ સુધીના બાળકોને રસીકરણને મંજૂરી આપી છે, તો બીજી તરફ ભારત (India) માં બાળકોની રસીની ટ્રાયલને મંજૂરી મળી ગઇ છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયનો રિપોર્ટ, દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ લોકોએ લીધી રસી


Ghebreyesus એ કહી આ વાત
WHO પ્રમુખ ટ્રેડ્રોસ એડહોમ ઘેબિયસ (Tedros Adhanom Ghebreyesus) એ શુક્રવારે કહ્યું કે મહામારીનું બીજું વર્ષ પહેલા વર્ષની તુલનામાં વધુ જીવલેણ થવા જઇ રહ્યું છે. એટલા માટે અમીર દેશોને હાલ બાળકોને રસીકરણ ટાળીને ગરીબ દેશોને મદદ કરવી જોઇએ. તેમણે કહ્યું કે 'હું સમજી શકુ છું કે ઘણા દેશ બાળકો અને કિશોરોને રસીકરણ કરવા માંગે છે, પરંતુ અત્યારે હું તેમને અપીલ કરું છું કે તેના પર ફરીથી વિચાર કરે અને તેના બદલે કોવૈક્સ (Covax) માટે વેક્સીન દાન કરે. 

મહામારીમાં પણ ફાયદો શોધી રહ્યું છે ચીન, ભારતમાં મોંઘા સામાનની સપ્લાઇ પર આપ્યો તર્ક


India એ તાજેતરમાં જ વ્યક્ત કરી ચિંતા
ભરત અત્યારે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. અહીં જેટલી ઝડપથી કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે તેનાથી આખી દુનિયા હચમચી ગઇ છે. WHO પ્રમુખે ભારતની સ્થિતિ વિશે કહેતાં કહ્યું કે ભારતની સ્થિતિ ચિંતાજનક છે, હોસ્પિટલોમાં ભરતી થનારની સંખ્યા અને મોત વધી રહ્યા છે. આપણે બધા ભાગીદારોને ધન્યવાદ આપતાં જે આ મુશ્કેલ દૌરમાં ભારતની મદદ કરી રહ્યા છે. 


શું છે Covax?
કોવૈક્સ કોરોના વેક્સીનને લઇને એક વૈશ્વિક ગઠબંધન છે. તેનો હેતુ છે કે દરેક દેશ સુધી વેક્સીન પહોંચાડવી, જેથી કોરોનાને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય. આ ગઠબંધનનું નેતૃત્વ GAVI તરફથી કરવામાં આવી રહ્યું છે. GAVI એપિડેમિક પ્રિપેયર્દનેસ ઇનોવેશન (CEPI) અને WHO નું ગઠજોડ છે. WHO વારંવાર અમીર દેશોને અપીલ કરે છે કે ગરીબ દેશોને પણ પર્યાપ્ત સંખ્યામાં વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે આગળ આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube