નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના અનેક કેસ સામે આવ્યા છે. આવામાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું દક્ષિણ આફ્રિકામાં મળેલા આ વેરિએન્ટ પર કોરોના રસી અસરકારક છે ખરી? વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને આ સવાલનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે રસી હજુ પણ પ્રભાવી સાબિત થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Vaccine ગંભીર બીમારીથી બચાવશે'
WHO ના વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથન (Dr Soumya Swaminathan) ના જણાવ્યાં મુજબ ભલે અનેક દેશોમાં ઓમિક્રોનના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ તેની ગંભીરતા નવા સ્તર સુધી પહોંચી નથી. તેમણે બુધવારે એક ટ્વીટમાં કહ્યું કે જેમ અપેક્ષિત હતું, ટી સેલની ઈમ્યુનિટી Omicron વિરુદ્ધ સારી છે. આ આપણને ગંભીર બીમારીથી બચાવશે. આથી કૃપા કરીને રસી મૂકાવો. અત્રે જણાવવાનું કે કોરોનાના વધતા જોખમ છતાં હજું પણ મોટી સંખ્યામાં લોકોએ રસી મૂકાવી નથી. 


અનેક ફેક્ટર્સ નક્કી કરે છે અસરકારકતા
સ્વામીનાથને કહ્યું કે રસીની અસરકારકતા બે રસી વચ્ચે થોડી અલગ હોય છે, જો કે WHO ના તમામ ઈમરજન્સી લિસ્ટેડ સૂચિની મોટાભાગની રસીમાં સુરક્ષાનો ઉચ્ચ દર હોય છે અને રસી ઓછામાં ઓછું ડેલ્ટા વેરિએન્ટ જેવી ગંભીર  બીમારીમાં મૃત્યુથી બચાવે છે. તેમણે કહ્યું કે બાયોલોજિકલ ફેક્ટર (Biological Factors) પણ એક રસીની અસરકારકતા નક્કી કરે છે. તેમાં ઉંમર અને બીમારીઓ સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube