યુરોપમાં કોરોનાનો કહેર, WHO બોલ્યું- આગામી વસંત સુધી જઈ શકે છે વધુ 7 લાખ લોકોના જીવ
WHO યુરોપના પ્રાદેશિક નિર્દેશક ડૉ. ક્લુગેએ એક નિવેદનમાં કહ્યું, `આજે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયામાં કોવિડ-19ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
ન્યૂયોર્કઃ યુરોપીયન દેશોમાં કોરોનાએ એકવાર ફરી પોતાનું રૂપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. યુરોપના લગભગ 53 દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારાની સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નું એક પૂર્વાનુમાન સામે આવ્યું છે. ડબ્લ્યૂએચઓ યુરોપ ઓફિસે કહ્યું છે કે પૂર્વાનુમાનો પ્રમાણે આ મહાદ્વીપના 53 દેશોમાં આગામી વસંત સુધી કોરોના વાયરસથી વધુ સાત લાખ મૃત્યુ થઈ શકે છે, જેનાથી સંક્રમણથી મોતનો કુલ આંકડો 20 લાખથી વધુ હોઈ શકે છે.
ડબ્લ્યૂએચઓ યુરોપનું કાર્યાલય ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં છે. તેણે સંક્રમણથી સુરક્ષાના ઉપાયોમાં કમી અને રસીથી સામાન્ય બીમારીઓ સામે આવ્યા બાદ વધતા પૂરાવાનો હવાલો આપ્યો છે અને કહ્યું કે નબળી ઇમ્યુનિટી સિસ્ટમવાળા લોકો, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા સ્વાસ્થ્ય કર્મીઓ સહિત સૌથી વધુ સંવેદનશીલ વસ્તીને રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં પ્રાથમિકતા આપવી જોઈએ.
આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાને કર્યો કેબિનેટનો વિસ્તાર, 27 નવા લોકો મંત્રીમંડળમાં સામેલ, એકપણ મહિલા નહીં
જો કે, જિનીવામાં WHO ના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયે સમૃદ્ધ દેશોની તુલનામાં કોવિડ વિરોધી રસીઓનો અભાવ ધરાવતા ઘણા વિકાસશીલ દેશો માટે ડોઝ પૂરા પાડવા માટે બૂસ્ટર ડોઝના ઉપયોગ પર એક વર્ષ-અંતની મોકૂફીની વારંવાર હિમાયત કરી છે. WHO યુરોપે લોકોને પોતાની વચ્ચે ચોક્કસ અંતર રાખવા વિનંતી કરી છે, લોકોને રસી અપાવવા અને યોગ્ય સ્વચ્છતાનું ધ્યાન રાખવા વિનંતી કરી છે, જેથી વાયરસને ફેલાતો અટકાવી શકાય.
WHO યુરોપના પ્રાદેશિક નિર્દેશક ડૉ. ક્લુગેએ એક નિવેદનમાં કહ્યું, 'આજે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયામાં કોવિડ-19ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આપણી પાસે શિયાળાનો પડકાર છે, પરંતુ આપણે આશા ગુમાવવી જોઈએ નહીં કારણ કે આપણે – સરકારો, આરોગ્ય અધિકારીઓ અને સામાન્ય લોકો – રોગચાળાને કાબુમાં લેવા માટે નિર્ણાયક પગલાં લઈ શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube