વિરલ પટેલ, અમદાવાદઃ 'યે હમારી કાર હૈ, યે હમ હૈ ઔર હમારી પાવરી હો રહી હૈ' કહેનાર છોકરી છે કોણ? સોશિયલ મીડિયામાં તમે લોકો જે વીડિયો શેર કરી રહ્યા છો કે જેના મીમ્સ બનાવો છો તે યુવતી પાકિસ્તાનની છે... પાકિસ્તાનની યુવતીએ ભારતમાં તહેલકો મચાવી દીધો છે. આ વીડિયોમાં યુવતી પાર્ટી કરી રહી છે તેમ કહી રહી છે પરંતું તે પાર્ટીને પાવરી બોલે છે.. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકોને મજા પડી ગઈ... સોશિયલ મીડિયામાં વીડિયોમાં લોકો જોઈ શકે છે તેમ છતાં જાણે યુઝર્સને કઈ ખબર ન પડતી હોય તેમ કહે છે કે આ મારી કાર છે... 'આ અમે છીએ અને અહીં અમારી પાવરી ચાલી રહી છે' .. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ તેના ઢગલાબંધ મીમ્સ બનવા લાગ્યા... સોશિયલ મીડિયા યુઝર્સ જાતજાતના તેવા પ્રકારના વીડિયો બનાવવા લાગ્યા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કેમ આ યુવતી પાવરી થઈ રહી છે?
પાકિસ્તાનની આ વાયરલ યુવતી માત્ર 19 વર્ષની છે અને તેનું નામ છે દનાનીર મુબીન છે.યુવતી પાકિસ્તાનના પેશાવરમાં રહે છે. યુવતીના સોશિયલ મીડિયાના હેન્ડલ મુજબ તે કન્ટેટ ક્રિએટર છે. યુવતી ટ્રાવેલિંગ, મેકઅપ , ફેશન સેન્સ અને માનસિક સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર વાત કરે છે... દનાનીર સોશિયલ મીડિયામાં અવારનવાર ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. દનાનીર રોડસાઈડ પર તેના મિત્રો સાથે હતી ત્યારે તેને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરવાનું સૂઝ્યું. યુવતીએ ખાલી એટલું કીધું કે તે તેના મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. પરંતું પાર્ટીના બદલે પાવરી બોલવાથી યુવતીનો વીડિયો વાયરલ થયો અને તે રાતોરાત સ્ટાર બની ગઈ..



યશરાજ મુખટેએ વીડિયોને લગાવ્યા ચાર ચાંદ
ભારતીયો પર પણ દનાનીરના વીડિયોનો નશો ચડી ગયો. આ વીડિયો બાદ અનેક લોકોએ પાવરી પર મીમ્સ અને વીડિયો બનાવ્યા. રસોડે મૈ કોન થા વીડિયો મેશઅપથી ફેમસ થનાર સંગીતકાર યશરાજ મુખાટેએ દનાનીર મુબીનના વીડિયોનો ઉપયોગ કર્યો અને તેનું સરસ મજાનું મેશઅપ બનાવ્યું. મેશઅપમાં યશરાજ કહે છે કે આ ખુરશી છે, આ ચમચી છે, અહી હું છું અને બસ પાવરી થઈ રહી છે. યશરાજ મુખટેએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી દનાનીર મુબીનને ટેગ કર્યા... દનાનીર મુબીર પણ ખૂબ ખુશ થયા. દનાનીરે યશરાજનો આભાર માન્યો હતો.



અનેક સેલિબ્રિટીઓએ પણ યશરાજ મુખટેના વીડિયો પર સારી પ્રતિક્રિયા આપી હતી. દનાનીરનો વીડિયો વાયરલ થતા રાતોરાત તેના ફેન્સ વધી ગયા. ઈન્સ્ટાગ્રામ પર 5 લાખ 26 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. દનાનીર તેના સ્ટેટ્સ પર પણ અવારનવાર મીમ્સ શેર કરતી હોય છે.ત્યારે સોશિયલ મીડિયા ક્યારે કોઈને સ્ટાર બનાવી દે તે આ વાયરલ ઘટના પરથી કહી શકાય છે.