ઓમિક્રોનના ડરામણા અહેવાલો વચ્ચે WHO એ મોટી આશા જગાવી, પહેલીવાર જણાવી રાહતભરી વાત
અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે આવ્યા બાદ ડેલ્ટા (Delta Variant) વિરુદ્ધ અપનાવવામાં આવેલા ઉપાયો આ મહામારીમાં કારગત નીવડશે.
મનીલા: દુનિયાભરમાં ખતરાની ઘંટડી વગાડનાર કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) ને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ એક રાહતભર્યા અહેવાલ આપ્યા છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે આવ્યા બાદ ડેલ્ટા (Delta Variant) વિરુદ્ધ અપનાવવામાં આવેલા ઉપાયો આ મહામારીમાં કારગત નીવડશે.
બોર્ડર સીલ કરવા માટે સમય મળશે
આ સિવાય ડબ્લ્યુએચઓએ સ્વીકાર્યું કે કેટલાક દેશો દ્વારા સરહદ સીલ કરીને (Travel Restrictions) તેની સામે તૈયારીઓ માટે વધુ સમય મળી શકે છે. ભારત સહિત વિશ્વના લગભગ ત્રણ ડઝન દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. જ્યારે, આ દેશોની તુલનામાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને નવો વેરિયન્ટ ત્યાં વધુ મજબૂત બની શકે છે.
ઓમિક્રોન વિશે હજી ચિત્ર સ્પષ્ટ થયું નથી. જેમ કે શું તે વધુ સંક્રમિત છે, શું તે લોકોને ગંભીર રીતે બીમાર કરશે, અથવા તે રસી દ્વારા મળનાર સુરક્ષાને ચકમો આપી શકે છે. અથવા તેની સામે કોઈપણ રસી અસરકારક રહેશે નહીં.
પશ્ચિમી પ્રશાંત માટે WHOના રીજનલ ડાયરેક્ટર ડો. તાકેશી કસઈએ શુક્રવારે ફિલીપીનથી ઓનલાઈન સંમેલનમાં જણાવ્યું હતું કે, "સરહદ પર પ્રતિબંધ મૂકાતા હવે વાયરસના પ્રવેશદ્વાર બંધ થઈગયા છે, જેના કારણે કોઈ પણ દેશને નવા વેરિયન્ટનો સામનો કરવા માટે સમય મળી શકે છે." પરંતુ દરેક દેશ અને દરેક સમુદાયે કેસોમાં નવા વધારા માટે તૈયાર રહેવું જોઈએ.
આ નિયમોને ફોલો કરવા જરૂરી
તેમણે જણાવ્યું હતું કે, આ તમામમાં સારી વાત તે છે કે ઓમિક્રોન વિશે હજુ સુધી આપણી પાસે કોઈ એવી માહિતી નથી, જે દર્શાવે છે કે આપણા રિએક્શનની દિશા બદલવાની જરૂરિયાત છે. WHOના ક્ષેત્રીય આપાત સ્થિતિ નિદેશક ડો.બી. ઓલોવોકુરેએ જણાવ્યું હતું કે તેનો મતલબ છે કે વેક્સિનેશન વધારવા પર જોર આપવું, સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવું અને માસ્ક પહેરવું સહિત અન્ય ઉપાય ચાલું રાખવા જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, "આરોગ્ય પ્રણાલીએ ખાતરી કરવી જોઈએ કે દર્દીને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સારવાર આપવામાં આવે છે અને જે દર્દીઓને જરૂર હોય તે માટે ICU બેડ તૈયાર રાખવામાં આવે," કસાઈએ જણાવ્યું હતું કે પરિવર્તનની સંખ્યાને કારણે ઓમિક્રોનને ચિંતાનો એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યો છે કારણ કે પ્રારંભિક માહિતી સૂચવે છે કે તે વાયરસના અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી હોઈ શકે છે. તેમણે કહ્યું કે વધુ તપાસ અને અવલોકનોની જરૂર છે.
બેઇજિંગ ગેમ્સ પર ખતરાના વાદળો
ઓલોઓકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ પેસિફિકમાં અત્યાર સુધીમાં ચાર દેશો અને પ્રદેશો - ઑસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન અને દક્ષિણ કોરિયા - માં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. તેમણે જણાવ્યું કે, "દેશોએ અત્યારે શું કરવું જોઈએ તેના સંદર્ભમાં વર્ષોનો અમારો અનુભવ, ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટના જવાબમાં અમારે એક માર્ગદર્શિકા જાહેર કરવાની છે કે આપણે શું કરવાની જરૂર છે, સાથે સાથે ભવિષ્યમાં વધતા કેસોની સંખ્યાને જોતા ટકાઉ રીતે તેનો કેવી રીતે સામનો કરવાનો છે.
ઓમિક્રોન વેરિયન્ટના કારણે બીજિંગ વિંટર ઓલંપિક રમતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે, જે લગભગ બે મહિના પછી છે. આયોજન સમિતિના પ્રવક્તા ઝાઓ વેઈદોંગે શુક્રવારે જણાવ્યું હતું કે, બેઇજિંગ ગેમ્સ દરમિયાન વાયરસના ફેલાવાના જોખમને ટાળવા માટે ઘણા પગલાં અપનાવી રહ્યું છે.