વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં થનારા ઐતિહાસિક શિખર સંમેલનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ હવે સમસ્યા એ ઊભી થઈ છે કે સિંગાપુરમાં કિમ જોંગના પ્રતિનિધિ મંડળના હોટલનો ખર્ચો કોણ ઉઠાવશે? ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા આકરા પ્રતિબંધોના કારણે નબળી પડી છે. ઉત્તર કોરિયા ઈચ્છે છે કે સિંગાપુરમાં સિંગાપુર નદી પાસે આવેલી ફુલર્ટન હોટલનો તેમનો ખર્ચ કોઈ અન્ય દેશ ઉઠાવે. આ હોટલમાં એક પ્રેસિડેન્શિયલ સ્યુટનું એક રાતનું ભાડું 6,000 ડોલરથી વધુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દો વ્હાઈટ હાઉસના ઉપચીફ અને સ્ટાફ જો હેગિન અને કિમ જોંગ ઉનના ચીફ ઓફ સ્ટાફ કિમ ચાંગ સનના નેતૃત્વમાં બંને પક્ષો વચ્ચે મહત્વનો છે. અનેક સપ્તાહની અનિશ્ચિતતા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે આ વાર્તા રદ કરી નાખી હતી. પરંતુ બંને પક્ષોના રાજનયિક પ્રયત્નોના કારણે મામલો ફરી પાટા પર ચડ્યો.


સૂત્રોએ ધ પોસ્ટને જણાવ્યું કે જ્યારે પણ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની મનગમતી ફાઈવ સ્ટાર લક્ઝરી હોટલમાં રોકાવવાના ખર્ચની વાત આવે છે ત્યારે અમેરિકા તેને ચૂકવવા તૈયાર છે પરંતુ ઉત્તર કોરિયા અમેરિકા દ્વારા ચૂકવવાની વાતને અપમાન તરીકે જોઈ શકે છે.


આવી સ્થિતિમાં અમેરિકા મેજબાન દેશ સિંગાપુર પાસે ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળનો ખર્ચ ભોગવવાનું કહેવા પર વિચાર કરી રહ્યો છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નોઅર્ટે શનિવારે (2 જૂન) એ સંભાવનાથી ઈન્કાર નથી કર્યો કે અમેરિકા સિંગાપુરની હોટલમાં ઉત્તર કોરિયાના પ્રતિનિધિ મંડળના ખર્ચની ચૂકવણી માટે સિંગાપુર સરકારને જણાવશે. હીથર કહે છે કે 'પરંતુ વોશિંગ્ટન સિંગાપુરમાં ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળનો ખર્ચ ઉઠાવશે નહીં.'


બીજી બાજુ અમેરિકાના વિદેશ મંત્રી જિમ મેટિસે રવિવારે (3 જૂન)ના રોજ કહ્યું કે ઉત્તર કોરિયા જ્યાં સુધી પરમાણુ નિરસ્ત્રીકરણની દિશામાં નક્કર અને અપરિવર્તનીય પગલું ન ભરે ત્યાં સુધી તેના પર  લાગેલા પ્રતિબંધોમાં કોઈ ઢીલ મૂકાશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં થનારી શિખર બેઠક પહેલા એક સુરક્ષા સંમેલનમાં મેટિસે કહ્યું કે જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોનું પાલન હજુ ચાલુ રાખે.


દક્ષિણ કોરિયા અને જાપાનના રક્ષા મંત્રીઓ સાથે બેઠકમાં મેટિસે કહ્યું કે ઉત્તર કોરિયાને રાહત ત્યારે જ અપાશે જ્યારે તે પરમાણુ નિરસ્ત્રીકરણની દિશામાં નક્કર અને અપરિવર્તનીય પગલું ઉઠાવશે. તેમણે કહ્યું કે હાલ અમે અમારા રક્ષા સહયોગને વધુ મજબુત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જે શાંતિ કાયમ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી સોંગ યોંગ મૂએ કહ્યું કે ઉત્તર કોરિયાના હાલના ઘટનાક્રમને જોતા,સચેત રહેતા પણ આશાવાદી થઈ શકાય છે.