કાંગો: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના 21 કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો  ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે આવી છે કે આફ્રિકી દેશમાં 2018થી 2020 દરમિયાન આ વારદાતોને અંજામ આપવામાં આવ્યો. WHO ના કર્મચારી ઈબોલા મહામારી સામે લડવા માટે કાંગો ગયા હતા. ત્યારે તેમણે અનેક મહિલાઓ અને છોકરીઓનું શારીરિક શોષણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHO પ્રમુખે કરી આ વાત
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સ્વતંત્ર કમિટી તપાસમાં કર્મચારીઓ પર લાગેલા આરોપોની પુષ્ટિ બાદ WHO પ્રમુખ ટેડ્રોસ એડનમ ઘેબ્રેયેસસ(Tedros Adhanom Ghebreyesus) એ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ટેડ્રોસે કહ્યું કે ગુનો કરનારાઓને સજા અપાવવી એ તેમની પ્રાથમિકતામાં સૌથી ઉપર છે. તપાસ ટીમે એ પણ જાણ્યું કે હોસ્પિટલમાં દાખલ મહિલાઓ સાથે પણ યૌન હિંસા કરવામાં આવી હતી. 


આ રીતે બનાવતા હતા શિકાર
લગભગ 83 એવા લોકોની જાણ થઈ છે જેણે ઈબોલા મહામારી દરમિયાન મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું અને તેમાંથી 21 કર્મચારીઓ WHO ના હતા. પ્રભાવિતોને મદદ કરવા માટે ગયેલા આ કર્મચારી મહિલાઓના ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવ્યા બાદ તેમને પોતાની હવસનો ભોગ બનાવતા હતા. જ્યારે કેટલીક મહિલાઓનું કહેવું છે કે નોકરીના વચન આપીને તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું. 


50 મહિલાઓએ લગાવ્યા હતા આરોપ
પીડિત મહિલાઓએ એમ પણ જણાવ્યું કે શારીરિક હુમલા દરમિયાન આરોપી કન્ટ્રાસેપ્શનનો ઉપયોગ કરતા નહતા. બાદમાં તેઓ મહિલાઓને એબોર્શન માટે દબાણ કરતા હતા. કેટલીક પીડિત મહિલાઓએ જણાવ્યું કે એક ડોક્ટરે પણ નોકરીનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાઓને લઈને તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે લગભગ 50 મહિલાઓએ મદદ કરનારા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નોંધનીય છે કે ઈબોલા મહામારી દરમિયાન કાંગોમાં લગભગ 2 હજાર લોકોના મોત થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube