નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને (Dr. Soumya Swaminath) એ એક નિવેદન જારી કરીને શાળાઓ ખોલવાની અપીલ કરી છે. હકીકતમાં કોરોના કેસને જોતા પાછલા વર્ષે માર્ચ મહિનામાં શાળાઓ બંધ કરવામાં આવી છે. તો સૌમ્યાએ કહ્યુ કે, બાળકોના માનસિક, શારીરિક અને શીખવાની ક્ષમતા પર વધુ પ્રભાવ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આ સમયે અનેક રાજ્યની શાળાઓમાં તાળા લાગેલા છે. તેવામાં સ્વામીનાથને ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, શાળાઓ બંધ હોવાને કારણે બાળકોના માનસિક, શારીરિક અને શીખવાની ક્ષમતા પર લાંબા સમય સુધી અસર રહેશે. તેમણે આગળ કહ્યું કે, આ સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને વયસ્કોના વેક્સિનેશન સાથે શાળાઓ ખોલવાની પ્રાથમિકતા હોવી જોઈએ. 


હવે ગુજરાતમાં બનશે કોરોના વેક્સીન, કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ 


ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાની સ્થિતિ હજુ ચિંતાજનક બનેલી છે. બીજી લહેર ભલે ધીમી પડી હોય પરંતુ દેશમાં 25 હજારથી વધુ નવા કેસ સતત સામે આવી રહ્યાં છે. આ સિવાય કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. તો ડોક્ટર અને નિષ્ણાંતો પ્રમાણે ત્રીજી લહેર આવવામાં હવે વધુ સમય નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube