આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Most Expensive Fruit: પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટાલાન દ્વારા બનાવવામાં આવેલ એક અનોખી આર્ટ વર્ક, જેમાં દિવાલ પર તાજું કેળું અટવાયું હતું, બુધવારે એક હરાજીમાં રૂ. 52 કરોડ ($6.2 મિલિયન)માં વેચાયું હતું.
Banana Sold Out for 52 Crore: કેળુ તો લગભગ બધાએ ખાધું હશે. એક ડઝન કેળા બજારમાં 50-70 રૂપિયામાં સરળતાથી મળી જાય છે, પરંતુ અમે તમને જણાવીએ કે એક કેળુ 52 કરોડ રૂપિયામાં વેચાયું તો શું તમે વિશ્વાસ કરશો? ભલે તમને વિશ્વાસ ન આવે પરંતુ આ સત્ય છે. વિશ્વના સૌથી મોંઘા કેળાની કિંમત 62 લાખ ડોલર એટલે કે આશરે 52 કરોડ રૂપિયા આંકવામાં આવી. પરંતુ આ કેળુ ખાવાનું નથી, પરંતુ એક આર્ટિસ્ટે પોતાની આર્ટમાં ઉપયોગ કર્યું છે.
ઇટલીના કલાકાર મોરિઝિયો કેટેલનની કૃતિ 'કોમેડિયન' જે દીવાલ પર ટેપથી ચોંટાડેલું એક કેળુ હતું, તેની ન્યૂયોર્કના સોથબીમાં 62 લાખ ડોલરમાં હરાજી થઈ છે. આ આર્ટ માટે વિશ્વભરના લોકોએ બોલી લગાવી હતતી. તે પોતાની સાદગી માટે ખુબ ચર્ચામાં રહ્યું. આ આર્ટમાં એક કેળુ ટેપથી દીવાલ પર ચોંટાડેલું છે. તેની હરાજી આઠ લાખ ડોલરથી શરૂ થઈ, જે માત્ર 5 મિનિટમાં 5.2 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેને 6.2 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું. આ રીતે તે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ બની ગયું, જે ભારતીય રૂપિયામાં 52 કરોડમાં વેચાયું છે.
આ પણ વાંચોઃ USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
આ આર્ટને ખરીદનાર ક્રિપ્ટોક્યુરેન્સી પ્લેટફોર્મ ટોર્નના સંસ્થાપક જસ્ટિસ સન છે. તેમણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરી દીવાળ પર ટેપથી ચોંટાડેલા કેળાના આર્ટને ખરીદ્યુ. Artnet.com અનુસાર ખરીદ્યા બાદ હવે જસ્ટિન સન એક નવી જવાબદારી પણ સંભાળશે. હકીકતમાં તેમણે સમય સમય પર કેળાને તે આર્ટમાં બદલવું ખુદ પડશે, કારણ કે તે ઓટોમેટિક ખરાબ થઈ જશે અને આર્ટ પણ ખરાબ દેખાશે. આ કારણે તે કેળાને ટેપમાંથી કાઢી થોડા દિવસમાં બદલવું પડશે.
ઓક્શન પહેલા તે વાતની પણ ચર્ચા થતી રહી કે કેળાના આર્ટને આટલું અટેન્શન કેમ મળ્યું છે. એક સભ્યએ કહ્યું કે આ રસપ્રદ છે. આ કેળાની છાલ અને વાડેવિલ કોમેડીનો સંદર્ભ છે. તેમાં એવું ઘણું છે જે હસ્વા જેવું છે. આ પહેલું પગલું છે- હાસ્યને ઓળખવું. બીજુ પગલું છે કે મહત્વને ઓળખવું. મહત્વનું છે કે થોડા સમય પહેલા આ આર્ટ ખુબ ચર્ચામાં હતું. હકીકતમાં એક અન્ય આર્ટિસ્ટે કેળુ કાઢીને ખાઈ લીધુ હતું.