એમેઝોન, એપલ, FB જેવી કંપનીઓ કેમ કરી રહી છે છટણી, શું દુનિયામાં આવશે મંદી?
ભારતમાં ટેક અને એજ્યુટેક કંપનીઓ મોટા પાયે લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. Bjyu`s સહિત ઘણી કંપનીોમાં જે રીતે લોકોને બહાર કરવામાં આવી રહ્યાં છે, તેનાથી સવાલ ઉભા થયા છે. એમેઝોને પણ તેની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ શું દુનિયામાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે? ફેસબુક, ટ્વિટર, એમેઝોન સહિત દિગ્ગજ કંપનીઓ જે રીતે છટણી કરી રહી છે અને ભરતી પર પ્રતિબંધ લગાવ્યો છે, તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં ટેક ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળી હતી અને હવે આ સેક્ટરમાં શરૂ થયેલી છટણીએ ચિંતાઓ વધારી દીધી છે. ભારતમાં ટેક અને એજ્યુટેક કંપનીઓ મોટા પાયા પર લોકોને નોકરીમાંથી બહાર કાઢી રહી છે. Bjyu's સહિત ઘણી કંપનીઓમાં જે રીતે લોકોને બહાર કરવામાં આવ્યા છે, તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે. એમેઝોને જાહેરાત કરી છે કે તે કેટલાક પદો પર ભરતી કરશે નહીં. તો એપલનું કહેવું છે કે તે પણ કેટલાક વિભાગોમાં ભરતી પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે.
થોડા સમય પહેલા દિગ્ગજ ટેક કંપનીો ગૂગલ અને ફેસબુકે પણ નવી ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય કેટલાક સ્ટાર્ટઅપ્સે પણ મોટા પાયા પર છટણી કરી છે. ટ્વિટરે તો એક દિવસમાં ઘણા કર્મચારીઓને બહાર કરી દીધા છે. આ સ્થિતિ તેવી કંપનીઓની છે, જેણે મોટા પાયે કમાણી કરી છે કે ફન્ડિંગ મળ્યું છે. પરંતુ નફામાં ઘટાડો અને મંદીની શક્યતાએ આ કંપનીઓને ખર્ચમાં ઘટાડો કરવા મજબૂર કરી છે. કેપીએમજીના એક સર્વે પ્રમાણે આગામી કેટલાક મહિનામાં અન્ય કંપનીઓ છટણી કરી શકે છે.
આ પણ વાંચોઃ કોણ છે ઈમરાન ખાનનો આ જાની દુશ્મન? બનશે નવા આર્મી ચીફ!
ભારતમાં પણ Bjyu's જેવી કંપનીઓમાં મોટી છટણી
હકીકતમાં કોરોના કાળમાં ઓનલાઇન કંપનીઓ સાથે જે રીતે યૂઝર જોડાયા હતા, હવે તે આંકડો ઘટવા લાગ્યો છે. ઓનલાઇન કોન્ટેન્ટનો વધુ ઉપયોગ કરવાની જગ્યાએ દુનિયા ફરી પહેલાની સ્થિતિ પર પરત ફરી રહી છે. દુનિયાની મોટી કંપની એમેઝોન હોય કે પછી ભારતની એજ્યુટેક કંપની Bjyu's બધાએ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એમેઝોનનો નફો પાછલા વર્ષના ત્રીજા ક્વાર્ટરના મુકાબલે આ વખતે 22 ટકા ઓછો રહ્યો છે. કંપનીનું કહેવું છે કે માંગમાં ઘટાડો થયો છે. તેવામાં એમેઝોને નવી ભરતી બંધ કરી દીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે ફેસબુકની માલિકી હકવાળી કંપની મેટામાં કર્મચારીઓની છટણી થઈ શકે છે.
માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલમાં મચી છે હલચલ
માઇક્રોસોફ્ટે પણ આશરે 1000 કર્મચારીઓની છટણી કરી છે. બધા સ્તરો અને દેશોમાં કંપનીએ ઘણા લોકોને નોકરીમાંથી હટાવ્યા છે. માઇક્રોસોફ્ટે પોતાના નિવેદનમાં કહ્યું- બધી કંપનીઓની જેમ અમે અમારી કારોબારી પ્રાથમિકતાઓનું આકલન કરતા રહીએ છીએ. એક અન્ય મોટી કંપની ઈન્ટેલને લઈને સમાચાર છે કે હજારો કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. આ છટણીથી કંપનીની સેલ્સ અને માર્કેટિંગ ટીમ પર સૌથી વધુ અસર થશે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકા સ્ટાફને હટાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube