ચીની નાગરિક ઝાંગ ચુઆનને પોતાના દેસમાં કડક ઝીરો કોવિડ લોકડાઉનના પગલે નોકરી ગુમાવી હતી. નોકરીમાંથી નીકળ્યા બાદ શાંઘાઈમાં એક કોસ્મેટિક ફર્મમાં એકાઉન્ટન્ટ ત રીકે કામ કરનારા 32 વર્ષના ઝાંગે એક ઓનલાઈન થાઈ પાઠ્યક્રમ માટે 1400 ડોલરની ચૂકવણી કરી, એક સ્ટડી વિઝા મેળવ્યા અને સુંદર ઉત્તર થાઈલેન્ડના શહેર ચિયાંગ માઈમાં જતો રહ્યો. ઝાંગ એવા યુવાઓમાં સામેલ છે જે વૈચારિક કારણોસર નહીં પરંતુ દેશની અતિ પ્રતિસ્પર્ધી કાર્ય સંસ્કૃતિ, મર્યાદિત તકો અને વધતી બેરોજગારીથી બચવા માટે વિદેશ જઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશોમાં વધતા પ્રવાસન વચ્ચે થાઈલન્ડ અનેક ચીની નાગરિકો માટે વસવા માટેનું એક મહત્વનું સ્થળ બની ગયું છે. ચીને મહામારી દરમિયાન દુનિયાના સૌથી કડક કોવિડ પ્રતિબંધોમાંથી એક લાગૂ  કર્યો જનાથી કરોડો લોકોને ખુબ જ લાંબા સમય સુધી લોકડાઉનમાં રહેવું પડ્યું. જેના પરિણામ સ્વરૂપે યુવાઓ અકળાઈ ગયા અને વિદેશ માટે ભાગમભાગી કરવા લાગ્યા. 26 વર્ષના પૂર્વ બેંક કર્મચારી ચેને એએફપીને જણાવ્યું કે મહામારી દરમિયાન લોકોમાં આઝાદ થવાની ઈચ્છા પ્રબળ થઈ. ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં કડક લોકડાઉનથી પ્રભાવિત ચેન પાસે એક સ્થિર, સારા પગારવાળી નોકરી હતી. પરંતુ તે પોતાની આગળની કરિયરના રસ્તાથી નાખુશ હતી. 


કેમ થાઈલેન્ડ ગમે છે?
ચીનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા અને ઈ કોમર્સ પ્લેટફોર્મ્સમાં, પ્રભાવશાળી લોકો અને તેમના વીડિયો થાઈલેન્ડમાં પ્રવાસ કરવાના લાભોથી ભરેલા પડ્યા છે. સસ્તી આંતરરાષટ્રીય શાળાઓથી લઈને વિદેશી સ્થાનો અને સસ્તી સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્ધા થાઈલેન્ડને એક સ્વર્ગ તરીકે રજૂ કરી રહ્યા છે જે તમામ માટે કઈને કઈ વચન આપે છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશને યુરોપ કે ઉત્તર અમેરિકાની સરખામણીમાં સરળ ગણવામાં આવે છે જ્યાં અનેક પ્રકારના લોંગટર્મ વિઝા અપાય છે. જેમાં એક વર્ષનો ભાષા પાઠ્યક્રમ પણ સામેલ છે. તેનો ખર્ચો લગભગ $700 થી $1,800 વચ્ચે આવે છે. 


સ્ટડી વિઝા પર જાય છે
આ ઉપરાંત થાઈલેન્ડના એક વર્ષના સ્ટડી વિઝા મેળવવા સરખામણીએ સરળ છે. ચિયાંગ માઈમાં પયાપ યુનિવર્સિટીમાં લગભગ 500 ચીની લોકોએ આ વર્ષની શરૂઆતમાં એક ઓનલાઈન થાઈ પાઠ્યક્રમ શરૂ કર્યો. અનેક ચીનીઓ માટે થાઈલેન્ડને એક મહત્વપૂર્ણ દેશ તરીકે જોવામાં આવે છે. જે વિદેશમાં રહેવાના પ્રયોગ માટે આદર્શ છે. ચીન છોડવાની વધતી ઈચ્છાને ચીની મેસેજિંગ એપ વીચેટ પર પેટર્ન તરીકે જોઈ શકાય છે. ચીની ભાષા મીડિયા મુજબ, 'માઈગ્રેશન' સર્ચ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જે ઓક્ટોબરમાં એક દિવસમાં 510 મિલિયન સુધી પહોંચી ગયો. જ્યારે જાન્યુઆરી અંતમાં માઈગ્રેટ થાઈલેન્ડને એક જ દિવસમાં 300000થી વધુ વાર શોધવામાં આવ્યો. 


થાઈલેન્ડમાં કેટલી ચીની વસ્તી
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવાયું છે કે દેશમાં અંદાજિત 7.1 મિલિયન લોકો છે જે પોતાને ચીની માને છે. જે દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી જૂના અને સૌથી મહત્વપૂર્ણ જાતિય ચીની સમુદાય છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં થાઈલેન્ડમાં 5 મિલિયન એટલે કે 50 લાખ ચીની નાગરિકો પહોંચ્યા છે. થાઈલેન્ડના રિયલ એસ્ટેટ સૂચના કેન્દ્ર મુજબ ચીની લોકો પહેલેથી જ થાઈલેન્ડમાં સંપત્તિના વિદેશી ખરીદદારોના સૌથી મોટા સમૂહ તરીકે ગણતરીમાં ગણાય છે. 2022માં  સરેરાશ $150,000 ની સરેરાશ કિંમત પર 3500થી વધુ સંપત્તિ ખરીદાઈ છે.