ગધેડા વેંચીને રૂપિયા કમાશે પાકિસ્તાન, તમને નવાઈ લાગશે પણ આ દેશમાં છે જબરદસ્ત ડિમાન્ડ
પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે તો ચીનને ગધેડાની જરૂર છે. આવું એટલા માટે ત્યાં e-Jiao નામની એક દવાનો ઉપયોગ થાય છે. તેથી ચીનમાં મોટી સંખ્યામાં ગધેડાના મારવામાં આવે છે.
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાન આતંકની ફેક્ટરી માટે જ જાણીતો નથી. હકીકતમાં પાકિસ્તાન ભૂખમરો, ગરીબી, અનિયંત્રિત સરકાર અને એક ખાસ વસ્તુ માટે પણ જાણીતો છે. એક ખાસ વસ્તુ છે પાકિસ્તાનના ગધેડા. જી હાં, અંદાજિત 23 કરોડની આબાદી ધરાવતા દેશ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા દર વર્ષે વધી રહી છે. આ વર્ષે તો ગધેડાની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને વધીને 59 લાખ થઈ ગઈ છે. હવે પાકિસ્તાનની સરકાર ગધેડામાંથી કમાણી કરવાનો વિકલ્પ શોધી રહી છે.
જી હાં, આતંકની ફેક્ટરી અને ભૂખમરા માટે જાણીતો દેશ પાકિસ્તાન દિવસેને દિવસે પોતાની નવી ઓળખ ઊભી કરી રહ્યો છે. હવે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાકિસ્તાન સરકારે મંગળવારે દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે, દેશમાં એક વર્ષમાં ગધેડાની સંખ્યા 1.72% વધીને 59 લાખ થઈ ગઈ છે. વર્ષ 2022માં પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા 58 લાખ હતી. માત્ર એક જ વર્ષમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે..
ન માત્ર ગધેડા પરંતુ, પાકિસ્તાનમાં અન્ય પશુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.. પાકિસ્તાનના નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે, દેશમાં પશુઓની સંખ્યા સતત વધી રહી છે.
પાકિસ્તાનમાં 5 કરોડ ઢોર
4 કરોડ ભેંસ
3 કરોડ ઘેટાં
8 કરોડ બકરાં છે,
જેમાંથી ગધેડાની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે..
આ પણ વાંચોઃ વિદેશ જવાનું છે સપનું? આ 5 દેશોમાં જાઓ, જ્યાં મળે છે પૈસા, ઘર અને ગાડી પણ!
પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા તો વધારે છે પરંતુ, તેમની ડિમાન્ડ પણ વધારે છે. મળતી માહિતી પ્રમાણે અહીં સારી નસલનો ગધેડો લાખો રૂપિયામાં વેંચાય છે. પાકિસ્તાન સરકારે ગયા વર્ષે કહ્યું હતું કે, તેઓ હવે ગધેડાના વેચાણથી વિદેશી અનામત કમાશે. પાકિસ્તાનની કેબિનેટે ચીનમાં ગધેડાની ચામડી સહિત પશુઓ અને ડેરી ઉત્પાદનોની નિકાસને પણ મંજૂરી આપી હતી. પાકિસ્તાનમાં 80 લાખ લોકો પશુપાલનનું કામ કરે છે. ચીનમાં ગધેડાઓની નિકાસ કરવાથી લોકોની કમાણીમાં 40%નો વધારો થયો છે..
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 9 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. તેનાથી બચવા માટે પાકિસ્તાન સરકારે લોકોને ગધેડા પાળવાની અપીલ કરી હતી. સરકાર આ ગધેડો ચીનને વેચી રહી છે. ચીન વિશ્વભરમાં ગધેડાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. ચીનમાં દવા માટે હંમેશા ગધેડાની માગ રહે છે. અહેવાલો અનુસાર ચીનમાં ગધેડાનું સૌથી મોટું બજાર છે..
પાકિસ્તાન સરકારનું આ બજેટ એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે આ દેશ IMF સાથે મોટા રાહત પેકેજ માટે વાતચીત કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ લોન 8 બિલિયન ડોલર સુધીની હોઈ શકે છે. પાકિસ્તાન સરકારે બેલઆઉટ પેકેજ હાંસલ કરવા માટે આગામી નાણાકીય વર્ષ માટે 3.6%નો આર્થિક વિકાસ લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.. ગયા વર્ષે પાકિસ્તાને 3.5%નો વિકાસ દર નક્કી કર્યો હતો, પરંતુ તે આ દર હાંસલ કરવામાં ચૂકી ગયું હતું. પાકિસ્તાનનો વિકાસ દર 2.38% હતો. કહેવામાં એવું પણ આવી રહ્યું છેકે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ ગધેડા પર નિર્ભર છે..