Leicester Hindu-Muslim Clash: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઇને શરૂ થયેલ તણાવ અને ઝઘડા હવે રસ્તા પર જોવા મળી રહ્યા છે. બ્રિટિશ મીદિયાએ ઉત્તર-પશ્વિમ લંડનના લીસેસ્ટર શહેરમાં તણાવ અને હિંસાના ઘણા અહેવાલો રજૂ કર્યા છે. હિંદુઓ અને મુસલમાનોની ભીડ વચ્ચે રસ્તા પર સંઘર્ષ બાદ ઘણા વિદેશી મીડિયા હાઉસે તો તેને મોટાપાયે ઇમરજન્સી સુધી કહી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીસેસ્ટરમાં શું થઇ રહ્યું છે?
રવિવારે લીસેસ્ટર પોલીસે ટ્વિટર પર જાણકારી આપી હતી કે પૂર્વી લીસેસ્ટરના કેટલાક ભાગોમાં કાલે સાંજે (શનિવારે, 17 સપ્ટેમ્બર) થી આજે સવારે (રવિવારે) સુધી ગંભીર અવ્યવસ્થા જોવા મળી છે. યુવાનોને સમૂહ દ્વારા વિરોધ શરૂ કર્યા બાદ રસ્તા પર ખૂબ ભીડ જોવા મળી. પોલીસે શાંતિની અપીલ કરતાં થયેલી ચેતાવણી આપી છે કે આપણે આપણા શહેરમાં હિંસા અથવા અવ્યવસ્થા સહન કરશે નહી. આ ઘટનાઓમાં પોલીસે અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 



અશાંતિના પાછળના શું છે કારણ? 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ ટી20 માં ક્રિકેટ મેચ બાદથી લીસેસ્ટરના કેટલાક ભાગમાં 28 ઓગસ્ટથી તણાવ વધતો જઇ રહ્યો છે. ભારતે આ મેચના બે બોલ બાકી હતા અને મેચ જીતી લીધા હતા. ભારતના સમર્થક લીસેસ્ટરના બેલગ્રેવમાં જીતનો જશ્ન મનાવવા ભેગા થયા હતા, ત્યારે હિંસા ભડકી હતી. આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિની ટી શર્ટ ફાડી દીધી. કેટલાક લોકો તેને પંચ મારતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં ટીમ ઇન્ડીયાની જર્સી પહેરી ફેન્સ રસ્તા પર 'પાકિસ્તાન મુર્દાબાદ' નારા લગાવતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી એક વ્યક્તિની ધરપકડ કરતાં જોવા મળી રહ્યા છે અને એક વીડિયોમાં એક ગ્રુપને વ્યક્તિ સાથે મારઝૂડ કરતાં તેનો શર્ટ ફાડતાં જોવા મળ્યા છે. 


તાજેતરની હિંસા કારણે શું થયું?
હિંસાની પ્રથમ ઘટના બાદથી લીસેસ્ટર ચર્ચામાં છવાયેલું છે. હિંદુ સમુદાયનું કહેવું છે કે તે ધૃણા અપરાધનો શિકાર રહ્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં એક મંદિરને તોડતાં બતાવવામાં આવ્યા છે. એક હિંદુ માનવાધિકાર કાર્યકર્તા રશ્મિ સાવંતના અનુસાર હિંદુઓની કારો અને અન્ય સંપત્તિને પણ નષ્ટ કરી દેવામાં આવી. 


ભારતે વ્યક્ત કર્યો વિરોધ
ભારતે પૂર્વી ઇંગ્લેંડના લીસ્ટેસ્ટર શહેરમાં ભારતીય સમુદાયના વિરૂદ્ધ હિંસા અને હિંદુ પરિસરમાં તોડફોડની આકરી નિંદા કરી અને આ હુમલામાં સામેલ લોકોના વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. ભારતીય હાઈ કમિશને અહીં એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેણે આ મુદાને 'પુરજોર રીતે' ઉઠાવ્યો છે અને શહેરમાં વીકએન્ડમાં હાથાપાઇના સમાચારો બાદ બ્રિટનના અધિકારીઓથી પ્રભાવિત લોકો માટે સુરક્ષાનું આહવાન કર્યું છે. ભારતીય કમિશને કહ્યું કે અમે લીસેસ્ટરમાં ભારતીય સમુદાય વિરૂદ્ધ થઇ હિંસા અને હિંદુ ધર્મના પરિસરો અને ધાર્મિક પ્રતિકોની તોડફોડની આકરી નિંદા કરે છે. અમે બ્રિટનના અધિકારીઓ સાથે આ મામલે પુરજોશ રીતે ઉઠાવ્યો છે અને આ હુમલામાં સામેલ લોકો વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. અમે અધિકરીઓથી પ્રભાવિત લોકોને સુરક્ષા પુરી પાડવાનું આહવાન કરે છે.