નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા વિવાદે દુનિયાને બે ભાગમાં વિભાજીત કરી દીધી છે. અમેરિકા અને નાટો દેશો સહિત યુરોપના તમામ દેશ રશિયાની આક્રમકતાનો વિરોધ કરી રહ્યાં છે. આ સિવાય ભારત અને ચીન જેવા દેશ આ મુદ્દા પર ખુબ કૂટનીતિક સાવધાનીની સાથે માત્ર એટલું કહી રહ્યાં છે કે વિવાદનો હલ વાતચીતથી થવો જોઈએ. આ નિવેદનોથી સ્પષ્ટ છે કે ચીન સિવાય ભારત પણ આ વિવાદ પર સીધી રીતે કંઈ કહેવાથી બચી રહ્યું છે. હકીકતમાં આ મુદ્દાએ ભારતને કૂટનીતિક રીતે મુશ્કેલ સ્થિતિમાં મુકી દીધું છે. યુક્રેનના પક્ષમાં ઉભા રહીને ભારત રશિયાની સાથે પોતાના દાયકાઓ જૂના સંબંધોને નબળા પાડવા ઈચ્છતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો એક સંકટ તે છે કે જો રશિયા તરફથી યુક્રેન પર હુમલો કરવામાં આવે તો અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધનનો દબાવ હશે કે ભારત તેનો સાથ આપે. આ સ્થિતિ ભારત માટે અસમંજસવાળી હશે. એક તરફ તે રશિયાની આક્રમક કાર્યવાહીનું સમર્થન પણ ન કરી શકે અને બીજીતરફ તે યુક્રેન વિરુદ્ધ જઈને અમેરિકી ગઠબંધન સાથે સંબંધ ખરાબ કરવા ઈચ્છતું નથી. રશિયાની સાથે ભારતની દોસ્તી કોલ્ડ વોરના સમયમાં જતી જોવા મળી રહી છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે રશિયા વિશ્વનીય સાથી છે. 


આ પણ વાંચોઃ રશિયા સરહદ પર 'પાકિસ્તાન' જેવો દેશ બનાવવા ઈચ્છી રહ્યું છે અમેરિકા, સમજો શું છે રણનીતિ


ક્રીમિયા પર કબજાના સમયે ભારતની હતી આ રણનીતિ
વિદેશ નીતિના જાણકારોએ પાછલા વર્ષે કોરોના સંકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે ભારતની સ્થિતિ મહામારીને કારણે ખરાબ હતી તો અમેરિકા પહેલાં રશિયાએ મમદ માટે હાથ આગળ વધાર્યો હતો. ભારતે 2014માં પણ કોઈનો પક્ષ લીધો નહીં, જ્યારે રશિયાએ ક્રીમિયા પર કબજો કર્યો હતો. એટલું જ નહીં યુક્રેનની અખંડતાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા પ્રસ્તાવ પર વોટિંગમાં ભારત દૂર રહ્યું હતું. 


હથિયારોની ખરીદી અને પાકનો પણ છે એન્ગલ
હથિયારોની ખરીદી પણ રશિયા અને ભારતના સારા સંબંધનું પણ એક કારણ છે. ભારતે રશિયાની સાથે S-400 મિસાઇલોની ખરીદી માટે એક ડીલ કરી છે, જેની ડિલિવરી આ મહિને થવાની છે. બહુપક્ષીય વૈશ્વિક સ્થિતિઓમાં ભારતને હંમેશા રશિયાનો સાથ મળ્યો છે. ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિરોધ દરમિયાન પણ રશિયા સાથે ઉભું રહ્યું છે. તેવામાં એશિયામાં પોતાના સૌથી મહત્વના મિત્રને ભારત અલગ રાખવા ઈચ્છતું નથી. આ સિવાય પાકિસ્તાન પણ ઘણા વર્ષોથી રશિયાની નજીક જવાની ફિરાકમાં છે. આ પણ એક કારણ છે કે ભારત આ મામલા પર બોલવાથી બચી રહ્યું છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube