નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ઈમરાન ખાન (Imran Khan)એ ભારત વિરુદ્ધ બરાબર ઝેર ઓક્યા બાદ ભારતે પણ તેનો ટાંકણે જડબાતોડ જવાબ આપી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ ભારતનો પક્ષ રજુ કરતા પાકિસ્તાની વડાપ્રધાનને તેમના આખા નામ ઈમરાન ખાન નિયાઝી નામથી સંબોધન કર્યું. હકીકતમાં ઈમરાન ખાન સામાન્ય રીતે પોતાની સરનેમનો ઉપયોગ કરતા નથી. તેની પાછળનું મોટું કારણ એ છે કે 1971ની લડાઈમાં પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)ના તત્કાલિન લેફ્ટેનન્ટ જનરલ એએકે નિયાઝીએ પોતાની સેના સાથે ભારતીય સેના સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. ત્યારબાદથી અનેક મશહૂર પાકિસ્તાની હસ્તીઓએ આ સરનેમથી અંતર જાળવવાનું શરૂ કરી દીધુ. નિયાઝી એક પખ્તુન ટ્રાઈબ છે. જેના મૂળિયા પૂર્વ અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં નિયાઝી ટ્રાઈબ ઘણા સમય પહેલા ઉત્તર-પશ્ચિમ પંજાબના મિયાવાલીમાં આવીને વસી ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની જ જાળમાં ફસાઈ ગયા ઈમરાન ખાન, UNમાં આપેલું ભડકાઉ ભાષણ બન્યું ભારતનું હથિયાર


નોંધનીય છે કે UNમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરતા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના ભડકાઉ ભાષણનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને યુએનમાં આતંકવાદને યોગ્ય ઠેરવ્યો. પાકિસ્તાને દુનિયાના સૌથી મોટા મંચનો દુરઉપયોગ કર્યો. પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદીઓને પેન્શન આપે છે. ત્યાં 130 આતંકીઓને પેન્શન આપવામાં આવે છે. ઈમરાન ખાનનું ભાષણ નફરતભર્યું હતું. તેમણે કહ્યું કે પરમાણુ હુમલાની ધમકી આપીને ઈમરાન ખાને અસ્થિરતા પેદા કરવાની કોશિશ કરી છે. 


ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાને આપેલા  ભાષણને હેટ સ્પીચ ગણાવતા કહ્યું કે તેમણે આ વૈશ્વિક મંચનો દુરઉપયોગ કર્યો છે. ભારતે ઈમરાનના નસ્લીય સંહાર, બ્લડ બાથ, નસ્લીય સર્વોચ્ચતા, બંદૂક ઉઠા લો જેવા એક એક શબ્દોને ગણાવતા કહ્યું કે આ તેમની મધ્યકાલીન માનસિકતા દર્શાવે છે. વિદિશાએ યુએનમાં સ્પષ્ટપણે કહ્યું કે ઈમરાન ખાને કહેલી દરેક વાત જુઠ્ઠાણું છે. 


અમેરિકાથી PAK પાછા ફરતી વખતે અધવચ્ચે ઈમરાનના પ્લેનમાં આવી ટેક્નિકલ ખામી, જાણો પછી શું થયું


ભારતના પ્રથમ સચિવે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે તેઓ ઓબ્ઝર્વર મોકલીને એ વાતની તપાસ કરાવી લે કે પાકિસ્તાનમાં આતંકીઓ છે કે નહીં. શું ઈમરાન ખાન જણાવશે કે આતંકીઓને પેન્શન કેમ આપવામાં આવી રહ્યું છે. શું એ વાતથી ઈન્કાર કરશે કે તેઓ ઓસામા બિન લાદેનનો બચાવ કરતા રહ્યાં હતાં. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...