નવી દિલ્હીઃ યુક્રેન પર ગમે ત્યારે રશિયન હુમલો થવાની શક્યતાને લઈને દુનિયા ચિંતિત છે. યુક્રેન પણ એ જ ડરમાં જીવી રહ્યું છે કે જો વિશ્વની મહાસત્તા રશિયા તેમના દેશ પર હુમલો કરશે તો તેના શું પરિણામો આવી શકે છે. આવી સ્થિતિમાં યુક્રેન પોતાના દેશના લોકોને બંદૂકનો ઉપયોગ કરવાનું શીખવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

79 વર્ષની મહિલા શીખી રહી છે AK-47 ચલાવતા
VICEના સમાચાર મુજબ, આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં 79 વર્ષની એક મહિલા એકે-47 ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.


નેશનલ ગાર્ડ બટાલિયન આપી રહી છે તાલીમ
આ તસવીર યૂક્રેનની એક વૃદ્ધ Valentyna Konstantynovska ની છે જેને યુક્રેનના મારિયુપોલ ખાતે નેશનલ ગાર્ડની એઝોવ બટાલિયન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ આપનાર સૈનિકો એઝોવ બટાલિયનના સભ્યો હતા, જેમનો સંબંધ નવ-નાજિયો સાથે છે.

Russia Ukraine Conflict:થોડા જ કલાકોમાં યૂક્રેન પર હુમલો કરશે રશિયા? 19 કરોડ લોકો આજે ઉંઘશે નહી!
  
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર
આ તસવીર એનબીસીના ચીફ ફોરેન સંવાદદાતા રિચર્ડ એન્જેલે ટ્વિટર પર ટ્વીટ કરી છે. આ તસવીરમાં યુક્રેનના લોકો રાઈફલ ચલાવવાની ટ્રેનિંગ લેતા જોવા મળે છે, જેમાં આ વૃદ્ધ મહિલાનો ફોટો પણ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube