રાવલપિંડીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ડ્રગ ટેસ્ટ માટે યુરીન સેમ્પલ નહોતા આપ્યા શેખ રશીદે યુરીન સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો હતો. પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને અવામી મુસ્લિમ શેખ રશીદની પોલીસે બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આસિફ અલી ઝરદારી પર ઈમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવાનો ખોટો આરોપ લગાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. તેમની પહેલાં ઈમરાન સરકારમાં મંત્રી રહેલા ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેખ રાશિદની ધરપકડ અંગે પોલીસનું કહેવું છે કે તે સમયે તેઓ નશાની હાલતમાં હતા અને તેમની પાસેથી દારૂ અને હથિયારો મળી આવ્યા છે. બીજી તરફ શેખ રશીદનું કહેવું છે કે તેમણે દારૂ પીધો નથી.  પોલીસ ખોટું બોલે છે કે શેખ? આ તપાસવાની એક સામાન્ય રીત છે આલ્કોહોલ ટેસ્ટ અને આ માટે શેખ રશીદના પેશાબના સેમ્પલની જરૂર હતી. પરંતુ શેખે આ માટે ના પાડી.


આ પણ વાંચોઃ આ ગામના દરેક લોકો પાસે છે પોતાનું પ્લેન, એમાં જ બેસીને કરવા જાય છે નાસ્તો


પેશાબના નમૂના આપ્યા નથી
શેખ રાશિદની ધરપકડ બાદથી તેમના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયો તે સમયનો છે જ્યારે તેમની પાસેથી યુરિનના સેમ્પલ માંગવામાં આવી રહ્યા હતા. ધરપકડ બાદ શેખ રશીદને આલ્કોહોલ ટેસ્ટ માટે પોલીક્લીનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસને વારંવાર વિનંતી કરવા છતાં તેમણે યુરિન સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે ઈસીજી કરાવવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. જોકે, તેમણે કહ્યું હતું કે, જો જરૂરી હોય તો તેમના બ્લડ સેમ્પલ લેવા જોઈએ.


જો હું પેશાબ ન કરી શકું તો હું ક્યાંથી આપી શકું
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ડોક્ટર તેમની પાસે યુરિન સેમ્પલ માંગે છે ત્યારે શેખ રશીદ કહે છે કે, ભાઈ હું પેશાબ નથી કરી શકતો તો ક્યાંથી આપું? હું પ્રોસ્ટેટનો દર્દી છું. તેમના ઇનકાર પર, ડૉક્ટર પણ તેને સમજાવવા માંગે છે, પરંતુ રાશિદ મક્કમ રહે છે કે તે પેશાબ કરી શકતા નથી. તેમનું કહેવું છે કે તેઓ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરશે.


આ પણ વાંચોઃ આ દેશમાં દરેક મર્દે કરવા પડે છે બે વાર લગ્ન, ના કરે તો થાય છે આવી સજા!


જુઓ આ ઘટનાનો વાયરલ વીડિયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેખ રાશિદ તે સમયે સંપૂર્ણ રીતે હોશમાં હતા, પરંતુ તેમણે ઈસીજી કરાવવાની પણ ના પાડી દીધી હતી. પોલીક્લીનિક હોસ્પિટલમાં શેખ રશીદ અહેમદ પર અન્ય કોઈ પરીક્ષણો કરવામાં આવ્યા ન હતા. તમને જણાવી દઈએ કે રાવલપિંડી પોલીસે બુધવારે મોડી રાત્રે તેમની ધરપકડ કરી હતી અને તેને આબપારા પોલીસ સ્ટેશનને સોંપી દેવાયા હતા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના રાજા ઇનાયત ઉર રહેમાને આ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.


ક્યારેય દારૂ પીધો નથી, ડ્રગ્સ લીધા નથી
શેખ રશીદનું કહેવું છે કે તેમણે દારૂ પીધો ન હતો. શેખે કહ્યું, “હું કાબાની છત પર ગયો છું, પયગંબર મોહમ્મદની કબરની મુલાકાત લીધી હતી. મેં કદાચ અન્ય ગુના કર્યા હશે પણ ક્યારેય દારૂ પીધો નથી કે ડ્રગ્સ લીધું નથી. શેખનો આરોપ છે કે ઈમરાન ખાન સાથેની નિકટતાને કારણે પોલીસ તેની સાથે ખરાબ વર્તન કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube